આ 10 આદતો વાળી સ્ત્રીઓ માતા લક્ષ્મી ને હોય છે પ્રિય, આવી આદતો નું પાલન કરવાથી ઘરમાં ક્યારેય ધન ની કંઈ રહેતી નથી…..

Auto Draft

શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિ ની દેવી કહેવામાં આવે છે. જો તમે જીવનમાં ધન અને શૌર્ય થી સંપન્ન રહેવા ઇચ્છો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીનો આશીર્વાદ હોવો ખુબ જ જરૂરી છે. જોકે માતા લક્ષ્મી માત્ર પ્રિય લોકોની મનોકામના પુર્ણ કરે છે, જેમની અંદર નીચે મુજબ ખાસ આદતો હોય છે. ખાસ કરીને મહિલાઓ આ આદતો કે નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. જો મહિલાઓ તેને અપનાવે છે તો તેમની ઉપર માતાની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે.

1. સવાર અને સાંજ નિયમિત રૂપથી ઘરની પુજા પાઠ કરવા વાળી મહિલાઓને માતા લક્ષ્મી પસંદ કરે છે. આ મહિલાઓમાં બીજી સ્ત્રીની તુલનામાં વધારે સકારાત્મકતા જોવા મળે છે. નિયમિત પુજા અને આરાધના કરવાથી આ મહિલાઓનું મન બીજા થી વધારે શુદ્ધ હોય છે.

2. શુક્રવારનાં દિવસે માતા લક્ષ્મી નામ નું વ્રત રાખવાની મહિલાની ઉપર માતાજીનાં આશીર્વાદ હંમેશા બની રહે છે. આ મહિલા માત્ર માતા માટે પોતાની ભુખનો ત્યાગ કરે છે. તેમનું આ બલિદાન જોઈ માતા પ્રસન્ન થાય છે.

3. ઘર ની બાળકી ને પ્રેમથી રાખવાવાળી મહિલાઓથી પણ માતા લક્ષ્મી ખુશ રહે છે. કહેવાય છે કે બાળ પુત્રીઓ સ્વયં માતા લક્ષ્મીનું જ રૂપ હોય છે. તેવામાં જો મહિલાઓ પોતાના ઘરની નાની બાળકીઓને પ્રેમથી રાખે છે અને તેમને બોજ નથી સમજતી તો માતા પ્રસન્ન થાય છે.

4. શુક્રવારે માતાના નામનો ઘી નો દીપક પ્રગટાવવાથી પણ લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. એટલા માટે જે મહિલાઓ એવું કરે છે તેમને માતાની મહિમા જોવાનો અવસર પ્રાપ્ત થાય છે. તે તેમની મનોકામના અવશ્ય પુર્ણ કરે છે.

5. જે મહિલાઓ શુક્રવારનાં દિવસે ઘરમાં માંસાહારી ભોજન ખાતી નથી અથવા બનાવતી નથી, તેમને પણ લક્ષ્મીજીનો આશીર્વાદ વધારે મળે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે.

6. શુક્રવારનાં દિવસે દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આવું કરવાવાળી મહિલાઓની ઉપર માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવતા રહે છે. આ દાન ધન, પૈસા કે વસ્ત્ર સહિત કોઇ પણ વસ્તુ નું હોઈ શકે છે.

7. મોટા વડીલનું સન્માન કરવા વાળી મહિલાઓ પણ માતા લક્ષ્મીને ગમે છે. તેનું આચરણ જોઈ માતા એટલી પ્રસન્ન થાય છે કે તેમને સારું સૌભાગ્ય કર્મ સ્વરૂપ આપે છે.

8. ઘરમાં બધા સદસ્યો ની કાળજી કરવાવાળી મહિલાઓ પણ માતા લક્ષ્મીની પ્રિય હોય છે. આ ઘરોમાં માતા ધનની કમી ક્યારેય નથી થવા દેતા નથી.

9. પરિવારને સાથે બાંધીને રાખવા વાળી મહિલાઓ સાથે પણ માતાને ખાસ લાગણી હોય છે. જો કોઇ મહિલા ફેમિલીમાં તિરાડ ઊભી કરે છે તો માતા ની કૃપા એ પરિવાર પર થતી નથી.

10. માતાનો શૃંગાર કરવાવાળી અને ચંદનનો ટીકો લગાવીને પુજા પાઠ કરવા વાળી મહિલાઓથી પણ લક્ષ્મીજી ખુશ રહે છે.

admin