ટીવી અભિનેત્રી શિખા સિંહ માતા બન્યા પછી શેર કર્યો એવો ફોટો કે ચાહકો અચંબિત થઇ ગયા, કહ્યું કાઈક એવું કે….

Posted On:07/28/22

ટીવી જગતમાં એવી અભિનેત્રીઓ છે જએ પોતાની બોલ્ડનેસથી બૉલીવુડ અભિનેત્રીઓનું પત્તું પણ કાપતી જોવા મળે છે. તેમાંથી એક છે ‘કુમકુમ ભાગી’ ફેમ શિખા સિંહ/ અભિનેત્રી કેટલી બોલ્ડ છે તે વાતની સાબિતી આપણને તેમના સોશિયલ મીડીયા પરથી જાણી શકીએ છીએ. જો કે તે હવે એક બાળકની માતા બની ગઈ છે. પણ પછી પણ તેની ખુમારી ઓછી થવાનું નામ નથી લઈ રહી પણ શિખા તો માતા બન્યા પછી હજી વધારે બોલ્ડ અંદાજમાં તેના ચાહકોનું મનોરંજન કરી રહી છે. અભિનેત્રી ઘણીવાર પોતાની બ્રેસ્ટફીડિંગ કરાવતા ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે.

શિખા એ 1 મી 2016માં પોતાના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે કરણ એક પાયલોટ છે અને આ કપલના લગ્ન ગુજરાતી રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા આહટ. લગ્નના ચાર વર્ષ પછી શિખાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. અભિનેત્રી સોશિયલ મીડીયા પર પોતાની દીકરી સાથેના ફોટો અને વિડીયો શેર કરતી રહે છે. એટલે સુધી કે તેણે ઘણીવાર બાળકીને દૂધ પીવડાવતા ફોટો પણ શેર કર્યા છે જેના લીધે તેને ઘણીવાર ટ્રોલ કરવામાં આવી હતી.

જો કે ઘણા યુઝર્સે શિખા સિંહની આ રીતે બ્રેસ્ટફીડિંગ કરતી વખતેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવી પસંદ નથી કરી, પરંતુ ઘણા સેલેબ્સે તેના વખાણ કર્યા. સેલિબ્રિટીઓએ જાહેરમાં બાળકોને સ્તનપાન કરાવવાના સામાન્યકરણને સમર્થન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે ટીવી શો કુમકુમ ભાગ્યમાં શિખાનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. શિખા સિંહે કોમેડી ક્ષેત્રે પણ પોતાનો હાથ અજમાવ્યો છે. તેણે વર્ષ 2008માં ‘જુબિલી કોમેડી સર્કસ’માં લોકોને ખૂબ હસાવ્યા હતા.