ગુજરાતમાં આવેલું આ શિવ મંદિર દિવસ માં 2 વાર થઇ જાય છે ગાયબ, જાણો આ ચમત્કારી મંદિર ના નિર્માણ ની કથા….

Posted On:08/5/22

ભગવાન શિવના ઘણા મંદિરોના તમે જોયા હશે અને દર્શન કર્યા હશે પરંતુ આજે અમે તમને શિવના એવા મંદિર વિશે જણાવિશું જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે, ભગવાન શિવનું આ મંદિર દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે. તેની આ ખુબીના કારણે આ મંદિર ભક્તોને ખુબજ આકર્ષિત કરે છે.

અહિયા આવતા ભક્તો દિવસે આ અદભુત નજારાને જોઈને આનંદ મને છે. આ મંદિર વડોદરાથી થોડા અંતરે લાવેલા કાવી કંબોઈ ગામમાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે. અહીં સ્થિત છે ભગવાન મહાદેવ નું આ ભવ્ય અને રહસ્યમય મંદિર, એવું માનવામાં આવે છે કે સ્તંભેશ્વર મહાદેવ ના દર્શન માત્ર થી જીવન ના બધાજ દુઃખ દૂર થઈ જાય છે.

આ મંદિર માં શિવ ની મૂર્તિ પાણી માં સમય જાય છે જો કે આંખોની સામે માટે ગાયબ થતુ મંદિર થોડા સમય બાદ ફરી દેખાવા લાગે છે. આમ તો આ કોઈ ચમત્કાર નથી, પ્રકૃતિની એક ઘટના છે. સમુદ્ર કિનારે મંદિર હોવાને કારણે જ્યારે પણ ભરતી-ઓટ આવે છે, ત્યારે આખુ મંદિર સમુદ્રમાં સમાઈ જાય છે. આ જ કારણ છે કે લોકો મંદિરના દર્શન ત્યારે જ કરી શકે છે જ્યારે સમુદ્રમાં ઓટ હોય. આવુ વર્ષોથી થતુ આવ્યું છે આ આજની વાત નથી. ભરતીના સમયે સમુદ્રનું પાણી મંદિરની અંદર આવી જાય છે અને શિવલિંગનો અભિષેક કરી પરત ફરી જાય છે. આ દ્રશ્ય જોવા લોકોની ભીડ જામે છે.

સ્કંદપુરાણ અનુસાર આ મંદિરનું નિર્માણ ની કથા :-

રાક્ષસ તાડકાસુરે પોતાની કઠોર તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. જ્યારે શિવ તેમની સામે પ્રગટ થયા તેમણે વરદાન માગ્યું કે તેમને ફક્ત શિવજીનો પુત્ર જ મારી શકશે અને તે પણ માત્ર 6 દિવસની ઉમરનો. શિવે તેને તે વરદાન આપી દીધુ. વરદાન મળતા જ તાડકાસુરે હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો. જેથી દેવતા મહાદેવ પાસે પહોંચ્યા. શિવ-શક્તિથી શ્વેત પર્વતના કુંડમાં ઉત્પન્ન થયેલા શિવ પુત્ર કાર્તિકેયને 6 માથા, 4 આંખો, 12 હાથ હતા. કાર્તિકેયએ જ માત્ર 6 દિવસથી ઉમરમાં તાડકાસુરનો વધ કર્યો હતો.

જ્યારે કાર્તિકેયને ખબર પડી કે તાડકાસુર ભગવાન શિવનો ભક્ત હતો ત્યારે તે ઘણા દુખી થયા. પછી ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને કહ્યું કે તે વધસ્થળ પર શિવાલય બનાવી દે. તેનાથી તેનું મન શાંત થશે. ભગવાન કાર્તિકેય આવુ જ કર્યું. પછી બધા દેવતાઓએ મળી ને મહિસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદન સ્તંભની સ્થાપના કરી, જેને આજે સ્તંભેશ્વર તીર્થ તરીકે ઓળખવામાં આવે છે.