અહીંની ગુફામાં હતાં મહાભારત કાળના રહસ્યમય વિમાન, નજીક જનારા થઈ ગયા હતાં ગાયબ

Posted On:08/3/22

કંદહારઃ આપણા ધર્મગ્રંથોમાં વિમાનનો અનેખ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે કુબેરની પાસે મનની ઇચ્છાથી ચાલતું વિમાન હતું. મુસાફરની સંખ્યા પ્રમાણે તેનો આકારમાં વધ-ઘટ થતી. થોડા વર્ષ પહેલા કંદહારમાં અમેરિકન સૈનિકોને એક ગુફામાંથી એક પ્રાચીન યંત્ર મળ્યું, જે વિમાન જેવું જ હતું. અમેરિકન સૈનિક કંઇક બીજું જ શોધી રહ્યાં હતા અને તેમના હાથમાં એક પુરાતત્વ વસ્તુ લાગી. એ ગુફામાં જ્યારે તેઓ અંદર ગયા તો એક મોટું અને કોઇ કથામાં ઉલ્લેખ હોય એવું વિમાન હતું. થોડા સમય બાદ ત્યાં ટાઇમઝોન એક્ટિવ થઇ ગયો અને 8 સૈનિક અચાનક ગાયબ થઇ ગયા.

ઉલ્લેખનીય છે કે આતંકવાદી ઓસામા બિન લાદેનને શોધવા માટે અમેરિકાએ આકાશ-પાતાળ એક કર્યા હતા. ઓસામા બીન લાદેનને શોધવામાં અમેરિકાને અંદાજે 10 વર્ષનો સમય લાગ્યો. આ શોધખોળ દરમિયાન અમેરિકન સૈનિકોને પૌરાણિક ઇતિહાસ સાથે જોડાયેલું આ યંત્ર મળ્યું જેના વિશે જાણવા બધા ઉત્સુક થઇ ગયા.

આ વિમાનની લંબાઇ અંદાજે 12 ફૂટ છે. આવા જ એક વિમાનનો ઉલ્લેખ મહાભારત યુગની કથામાં જોવા મળે છે. જેમાં જણાવવામાં આવ્યું કે 4 પૈડાવાળું 12 ફૂટનું એક વિમાન છે. તેના પૈડામાં અનેક અસ્ત્ર લાગે છે, જે યુદ્ધ દરમિયાન દુશ્મનોનો વિનાશ કરી શકે છે.

જાણકારી પ્રમાણે જ્યારે આ વિમાનને સંક્રિય કરવાના પ્રયાસ કરવામાં આવ્યા તો ટાઇમ ઝોન એક્ટિવ થઇ ગયો અને જોત જોતામાં જ તેની નજીક ઉભેલા 8 અમેરિકન સૈનિક ગાયબ થઇ ગયા. તથા વિમાનને ચાલુ કરતી વખતે તીવ્ર પ્રકાશ ઉત્પન્ન થયો, જેવું મહાભારતની કહાનીઓમાં જોવા મળે છે.

સૈનિકોના ગાયબ થવાની આ ઘટના બાદ રશિયન ફોરેન્સિક ઇન્ટેલિજન્સ સર્વિસે તેની શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં એક રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ વિમાન અંદાજે 5000 વર્ષ જૂનું છે અને આવા વિમાનનો ઉલ્લેખ ભારતના ગ્રંથ મહાભારતમાં કરવામાં આવ્યો છે.

અહીં એક્ટિવ થઇ જનારા ટાઇમ વેલના કારણે જ આ વિમાનને ગુફામાંથી કાઢવું શક્ય બન્યું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ટાઇમ વેલ એક એવો ઝોન હોય છે, જે અહીં આવતા દરેક વ્યક્તિને ગાયબ કરી દે છે. આવું આ વિસ્તારમાં ઉત્પન્ન થતી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના લીધે થાય છે.

જાણકારી મળ્યા બાદ આ વાતની તપાસ માટે પહોંચેલી 40 સભ્ય અને જર્મન શેફર્ડ ડોગની ટીમ પણ ગાયબ થઇ ગયા. કારણ કે જે સમયે તેઓ જાણકારી એકત્રિત કરી રહ્યાં હતા એ સમયે ટાઇમ વેલ એક્ટિવ થઇ જવાથી બધા સૈનિકો ગાયબ થઇ ગયા.

વૈજ્ઞાનિકો ગાયબ થયેલા તમામ સૈનિકોના મૃત્યુની વાત એટલા માટે નથી કરી રહ્યાં કારણ કે એ સમયે કોઇના પણ મૃતદેહ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે સંસ્કૃતના પ્રાચીન ગ્રંથોમાં અંદાજે 113 વિમાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

અન્ય એક જે મહાભારત કાળની હોવાની પુષ્ટી કરે છે, એ છે કે મહારાજા ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી, ગંધારની રાજકુમારી હતી. અફઘાનિસ્તાનમાં સ્થિત આજનું કંદહાર જ એ સમયનું ગંધાર રાજ્ય છે. જેઓ ઇતિહાસ જાણે છે તેમને ખબર છે કે આજનું અફઘાનિસ્તાન એ સમયે આર્યાવર્તનો ભાગ હતો.