Friday, August 19, 2022
Homenewsકારગીલ હીરો અને પાકિસ્તાનને ધૂળ ચટાવનાર વિક્રમ બત્રાની ગર્લફેન્ડે આજ સુધી નથી...

કારગીલ હીરો અને પાકિસ્તાનને ધૂળ ચટાવનાર વિક્રમ બત્રાની ગર્લફેન્ડે આજ સુધી નથી કર્યા લગ્ન..

કારગિલ યુદ્ધમાં ભારતના આ વીર સપૂતને શહદી થયાને 23 વર્ષ થઈ ચુક્યા છે. પરંતુ આજે પણ તે આપણી સાથે હોય તેવું લાગે છે. આજે તેમના જીવન વિશે જાણીએ ખાસ વાતો. આજના યુવાનો માટે તેમનું જીવન પ્રેરણારુપ છે.

કારગિલ યુદ્ધને 23 વર્ષ થઈ ચુક્યા છે. આ યુદ્ધમાં ઘણા ભારતીય સૈનિકો શહીદ થયા હતા. તેમાંથી એક હતા કેપ્ટન વિક્રમ બત્રા. તેમને કારગિલ યુદ્ધના હીરો પણ કહેવાય છે. તેમણે પાકિસ્તાની સેનાને ધૂળ ચાટતી કરી દીધી હતી. તેમણે 5 મહત્વપૂર્ણ પોઈન્ટ પર જીત મેળવી હતી. તેઓ પોતાના એક ઘાયલ સૈનિકને બચાવતા શહીદ થયા હતા.

કેપ્ટન વિક્રમ બત્રાની બહેન સીમા બત્રાનું કહેવું છે કે તેઓ હંમેશા તેના ભાઈને યાદ કરે છે. કારગિલ વિજય દિવસ પર તેમને તેના ભાઈ સૌથી વધુ યાદ આવે છે. આ વાતને 23 વર્ષ થઈ ગયા છે પરંતુ એવું લાગતું નથી કે તે સાથે નથી.

કારગીલ હીરો અને પાકિસ્તાનને ધૂળ ચટાવનાર વિક્રમ બત્રાની ગર્લફેન્ડે આજ સુધી નથી કર્યા લગ્ન..

હમ્પ અને રોકી નાબને જીત્યા બાદ વિક્રમ બત્રાને લેફ્ટિનેંટથી કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. વિક્રમ બત્રાને જૂન 1999માં કારગિલ મોકલવામાં આવ્યા હતા. કાશ્મીરની 5140 નંબરની ચોટીને પાકિસ્તાનના કબજામાંથી છોડાવવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી.19 જૂનની રાત્રે વિક્રમ બત્રાએ પ્લાન બનાવ્યો હતો. તેમણે અડધીરાત્રે ચોટી પર ચઢવાનું શરુ કર્યું. જ્યારે તેઓ બંકરની નજીક પહોચ્યા ત્યારે પાકિસ્તાની સૈનિકો બહાર આવ્યા અને ફાયરિંગ શરુ કરી દીધું. બત્રાએ આર્ટલરીને દુશ્મનો પર તોપ ગોળાથી ફાયરિંગ કરવા કહ્યું. તેમણે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા.

20 જૂનની સવારે 3 વાગ્યે વિક્રમ બત્રાએ 5140 પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો. ત્યારબાદ પોંઈટ 4700, જંકશન પીક અને થ્રી પિંપલ પણ જીતી લીધા. આ ઓપરેશનમાં ઘણા સૈનિકો શહીદ થયા.

ત્યારબાદ કેપ્ટન બત્રાને 4875 જીતવાની જવાબદારી આપવામાં આવી. આ ચોટી 17 હજાર ફૂટની ઊંચાઈ પર છે. 4 જુલાઈ 1999ની સાંજે 6 વાગ્યે આ ઓપરેશન શરુ થયું હતું. બત્રા અને તેમને ટીમે દુશ્મનો પર ફાયરિંગ કર્યું. તેમાં બે સૈનિકો ઘાયલ થયા અને તેમને નીચે લઈ જતી વખતે પાકિસ્તાની સૈનિકોની ગોળીથી વિક્રમ બત્રા શહીદ થયા.

વિક્રમ બત્રાએ આ ઓપરેશન માટે કહ્યું હતું કે કોઈપણ ભોગે આ ચોટી પર ત્રિરંગો લહેરાવવો છે. તેમણે કહ્યું હતું કે ચોટી પર ત્રિરંગો લહેરાવીશ અથવા તો ત્રિરંગામાં લપેટાઈને આવીશ. તેમને મરણોપરાંત દેશના સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.

તેમના જીવન પર એક ફિલ્મ પણ બની છે જે શેરશાહ છે. સેનામાં તેનું કોડ નેમ શેરશાહ હતું. આ ફિલ્મમાં તેની લવસ્ટોરીને પણ દર્શાવવામાં આવી છે. તેઓ પંજાબ યૂનિમાં ભણતા હતા ત્યારે તેમને એક યુવતી સાથે પ્રેમ થયો અને વિક્રમ બત્રા શહીદ થયા પછી પણ તેમની ગર્લફ્રેન્ડે લગ્ન કર્યા નથી.

Most Popular

Recent Comments