સ્ટેટ મોનીટરીંગ સેલ એક્શન માં…ગુજરાત માં પ્રથમ વખત બુટલેગર ના એકાઉન્ટ કર્યા ફ્રીઝ… જાણો

Posted On:08/1/22

રાજયના ૩૨ દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ બુટલેગર નાગદાન ગઢવીને સ્‍ટેટ મોનીટરીંગ સેલે હરીયાણામાંથી ઝડપી લીધા બાદ વડોદરાના કરજણ પોલીસ મથકના ગુન્‍હામાં ધરપકડ કરી પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો ખુલી હતી

સ્‍ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે..ટી.કામરીયાના જણાવ્‍યા મુજબ બુટલેગર નાગદાન ગઢવી, વિનોદ સિંધી તથા અદો સીંધી દ્વારા પી.વિજય તથા કનુ કાંતી આંગડીયા પેઠીઓમાં પૈસાની હેરફેર કરતા હતા અને છેલ્લા ૬ મહિના દરમિયાન નાગદાન ગઢવી દ્વારા ૯ કરોડ તેમજ અદો સિંધી અને વિનોદ સિંધી દ્દારા ૩પ કરોડ રૂપીયાના વ્‍યવહારો કરેલ હોવાનું ખુલતા જેમની સાથે નાણાકીય વ્‍યવહારો કરાયા છે તે અંગેતપાસ હાથ ધરાઇ છે. તેમજ નાગદાન ગઢવી, કઅને વિનોદ સીંધીના તેમજ તેના સંબંધીત અન્‍ય ર૦ વ્‍યકિતઓના બેંક ખાતાઓને ફ્રીઝ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. ગુજરાતમાં પહેલી વાર બુટલેગરના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું સામે આવ્યું છે

 

તપાસ દરમિયાન નાગદાન ગઢવી સહિતનાઓએ પ્રોહીબીશન ગુન્‍હાઓ આચરવા માટે બનાવટી દસ્‍તાવેજો બનાવી ગુન્‍હો કરેલ હોય તે અંગેની કલમોનો ગુન્‍હામાં ઉમેરો કરાશે. બુટલેગર નાગદાન ગઢવી તપાસ દરમિયાન ઘણી હહિકતો છુપાવતો હોય તેની એફએસએલ દ્વારા એલવીએ ટેસ્‍ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મોબાઇલ ફોનમાં વાતચીતની કલીપો મળી હોય તેની વોઇસ સ્‍પેકટ્રોગ્રાફી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.

બુટલેગર નાગદાન ગઢવી પાસેથી મળી આવેલ ડાયરીઓ માં અન્‍ય બુટલેગરો તથા નાણાકીય વ્‍યવહારો લગત વિગતો હોય આ વિગતો તેના સ્‍વ. હસ્‍તાક્ષરની છે કે કેમ? તે તપાસવા હસ્‍તાક્ષર નિષ્‍ળાંતનો અભિપ્રાય લેવામાં આવશે. નાગદાન ગઢવીને દારૂનો જથ્‍થો પુરો પાડનાર વિનોદ સીંધી તથા તેના મળતીયાઓ સુીનલ ના સીઆરપીસી ૭૦ મુજબ વોરન્‍ટ કઢાવવા કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે તે નાગદાન અને વિનોદ સિંધી પી.વિજય અને કનુ કાંતિ આંગડિયા પેઢી મારફતે પૈસાની લેવડ દેવડ કરતા હતા. આ મામલે પણ સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસ હાથ ધરશે.