શ્રીમદ ભાગવત પુરાણ માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કળિયુગ નાં લિવ ઇન રિલેશન શિપ નો, લખ્યું છે કળિયુગ માં લગ્ન નામ ની

શ્રીમદ ભાગવત પુરાણ માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કળિયુગ નાં લિવ ઇન રિલેશન શિપ નો, લખ્યું છે કળિયુગ માં લગ્ન નામ ની

આજે પણ સમાજ માં લિવ-ઇન રિલેશન શિપ ને સ્વીકારવા માં આવતી નથી. જો કે હવે તેને કાયદાકીય રીતે પણ કાયદેસર ગણવામાં આવે છે. પરંતુ લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે. ઘણા લોકો એવા છે કે વર્ષો સુધી કોઈ ની સાથે લિવિંગ માં રહે અને પછી બીજા લગ્ન કરી લે છે. અથવા તેનાં પાર્ટનર ને દગો આપીને જતા રહેછે. તમને જણાવી દઈએ કે લિવ-ઈન રિલેશન માં બે લોકો લગ્ન વગર પતિ-પત્ની ની જેમ સાથે રહેતા હોય છે. ત્યાર પછી બંનેને યોગ્ય લાગે તો લગ્નગ્રંથી થી જોડાય છે અને જો એકબીજા સાથે ન ફાવે તો અલગ થઈ જાય છે.મનુષ્ય નો જ્યારે વિકાસ થયો નહતો એટલે કે, તે અંધકાર માં હતો. સમાજ માં લગ્ન ની કોઈ પ્રથા નહોતી. લોકો ને સંબંધો વિશે કંઈ ખબર ન હતી. પુરુષ અને સ્ત્રી શારીરિક સંબંધ બનાવી અને સંતાન ને જન્મ આપતા પણ પિતાને કોઈ જ્ઞાન ન હતું. સમાજ માં સંતાન નો પરિચય માતા થી જ હતો. ત્યાર પછી આર્યો અને વૈદિક ઋષિઓ નું આગમન થયું અને તેઓએ સૌપ્રથમ સમાજ ને સભ્ય સમાજ બનાવવા ની દિશામાં કેટલાક સામાજિક નિયમો બનાવ્યા. જેનાથી એક સભ્ય સમાજ નું નિર્માણ થયું તેમાં લગ્ન માટેનાં નિયમોનું પણ નિર્માણ કરવામાં આવ્યું.

ઋષિ શ્વેતકેતુ નાં એક વૈદિક સાહિત્ય માં જાણવા મળેછે કે, તેઓએ જ સૌપ્રથમ સમાજ મર્યાદા ની રક્ષા માટે લગ્ન વ્યવસ્થા ની સ્થાપના કરી હતી. તે વ્યવસ્થા અમલ માં આવતા જ સંબંધો અને કુટુંબ નિર્માણ ની શરૂઆત થઇ હતી. જોકે હવે જોઈએ તો માનવી ફરી પાછો   આદિ માનવ કાળ માં પરત જવા માટે આતુર છે.  ત્યાર નાં સમય માં રહેવા માટે મકાનો નહતા અને  ટેકનોલોજી નો પણ વિકાસ થયો નહતો. બસ તફાવત એટલો જ છે. શું તમને ખબર છે કે જે લોકો સમાજ ને ફરીથી અંધકાર માં લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. તેનાં માટે શ્રીમદ્ ભાગવત પુરાણ માં પણ એક શ્લોક દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ યુગમાં પુરુષ અને સ્ત્રી લગ્ન વગર જ એકબીજા સાથે પોતાની ઇચ્છા મુજબ રહેશે. વ્યાપાર માં સફળતા નો આધાર છેતરપિંડી પર રહેશે. કળિયુગ માં બ્રાહ્મણ કેવળ એક દોરો પહેરી ને બ્રાહ્મણ હોવાનો દાવો કરશે. આ યુગમાં જે વ્યક્તિ પાસે ધન નહીં હોય તે નાસ્તિક,અપવિત્ર અને નકામો ગણવામાં આવશે. બે લોકો વચ્ચે લગ્ન ફક્ત સમાધાન તરીકે થશે. લોકો માત્ર સ્નાન કરીને પોતાની અંતર આત્મા શુદ્ધ થઈ ગઈ એવું માનશે.

લગ્ન માં પતિ પત્ની એક વચન સાથે બંધન માં જોડાઈ છે. લગ્ન દ્વારા પુરૂષ પિતા, દાદા બને છે અને પોતાનાં કુળને આગળ વધારે છે. પરંતુ જે પુરુષો પોતાની મરજી થી લગ્ન કરે છે એટલે કે, ધાર્મિક રીત રીવાજો વગર એકબીજા સાથે લગ્ન કરે છે તેવા લોકો સમાજમાં દૂષણ પેદા કરી અને લગ્ન વ્યવસ્થા નું ઉલ્લંઘન કરે છે. માનવા માં આવે છે કે લિવ ઈન રિલેશનશિપ માં પુરુષ હંમેશા ફાયદામાં રહેછે.વર્તમાન સમય માં લિવ ઈન રિલેશનશીપ ની આ પ્રથા ખૂબ જ વધી રહી છે. જેના કારણે સમાજ માં અપરાધ, હત્યા જેવા કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સાથે જ સમાજ વ્યવસ્થા જોખમાઈ રહી છે. માનવા માં આવે છે કે આવા સંબંધો વિનાશ કરે છે. અને દેશ નાં પતન માટે પણ તેની ભૂમિકા હોયછે. આમ આધુનિકતા નાં નામ પર આવા રિલેશન દેશ અને ધર્મ નાં વિરુદ્ધ છે.

સમાજ માં એવા ઘણા લોકો છે જે હિન્દુ રીતરિવાજો વગર પોતાની મનમાની થી લગ્નગ્રંથી માં જોડાઈ છે. તે લોકો મુહૂર્ત, સમય, મંગળદોષ કોઈ વસ્તુ માં માનતા નથી. જોકે તેના દુઃખદ પરિણામ તેની જિંદગી માં ખૂબ જ જલ્દી જોવા મળે છે. તમને બધા ખ્યાલ હશે કે હિન્દુ ધર્મ માં લગ્ન ને એક મહત્વપૂર્ણ સંસ્કાર ગણવામાં આવે છે.  જેનાથી જીવન સુનિશ્ચિત બને છે માનવામાં આવે છે કે લગ્ન થી મનુષ્ય નાં ભવિષ્ય ને સાચી દિશા અને દશા મળે છે. જણાવી દઈએ કે હિન્દુ ધર્મ માં લગ્ન એ ફક્ત સમાધાન નથી પરંતુ ત્યાં સમજી વિચારી અને આધ્યાત્મિકતા સાથે જીવનભર સાથ નિભાવવા માટે નો સંબંધ છે. આ લગ્ન માં કોઈ પણ પ્રકાર ની લેવડદેવડ ની મનાઈ છે. કારણ કે હિન્દુ ધર્મ માં કન્યાદાન ને એક મહાદાન ગણાય છે. જો કે સમાજ માં દહેજ પ્રથા પણ એક મોટી સમસ્યા છે.

admin