બહેનો રક્ષાબંધનના દિવસે ભાઈના હાથમાં રાખડી બાંધતા પહેલા જરૂર કરે આ કામ, થશે જોરદાર લાભ.

Posted On:08/2/22

રક્ષાબંધન પર રાખડી બાંધતા પહેલા બહેનો કરો આ કામ અને પછી જુઓ તેની કમાલ.

શ્રાવણ માસ આવતાની સાથે જ બહેનો અને ભાઈઓમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી માટેનો ઉત્સાહ અને ઉતાવળ વધી જાય છે. અને તે જરૂરી પણ છે, કારણ કે આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક છે. તમને જણાવી દઈએ કે રક્ષાબંધન શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 11 મી ઓગસ્ટ 2022, ગુરુવારે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે.

રક્ષાબંધનનું શુભ મુહૂર્ત :

હિંદુ પંચાંગ મુજબ, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા 11 ઓગસ્ટે છે. પૂર્ણિમા તિથિ 11 મી ઓગસ્ટના રોજ સવારે 10 વાગીને 38 મિનિટથી શરૂ થશે અને 12 મી ઓગસ્ટના રોજ સવારે 7 વાગીને 05 મિનિટે પૂરી થશે.

રક્ષાબંધનના દિવસે કરો આ ખાસ ઉપાય :

રક્ષાબંધનના દિવસે બહેનોએ પોતાના ભાઈઓ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.

ગણેશજીને દુર્વા ઘાસ પણ અર્પણ કરવું જોઈએ. આ સિવાય ભગવાન ગણેશને ચંદન, બીલીપત્ર અને રાખડી અર્પણ કરો. તેનાથી ભાઈઓના સ્વભાવમાં રહેલો ગુસ્સો ઓછો થાય છે અને બહેનો પ્રત્યેનો પ્રેમ વધે છે.

આ દિવસે બહેનોએ ભગવાન શિવનો જલાભિષેક પણ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી ભાઈને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

સૂર્યદેવને પણ જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી ભાઈ-બહેનનો સંબંધ મજબૂત બને છે.

રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના હાથે ભોજન બનાવીને પોતાના ભાઈને ખવડાવે. તેનાથી પ્રેમ વધે છે.

રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધો. ધ્યાન રાખો કે ભૂલથી પણ ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.