Friday, August 19, 2022
Homeધર્મની વાતોશ્રી તારાદેવી મેલડી માતાજીના મંદિરમાં માં આજે પણ હાજરા હજુર બિરાજમાન છે,...

શ્રી તારાદેવી મેલડી માતાજીના મંદિરમાં માં આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, અહીંયા દર્શને આવતા દુખીયાઓ માતાજીના આશીર્વાદ લઈને હસ્તે મોઢે જાય છે ઘરે.

આપણા ગુજરાતમાં બધા જ લોકોને દેવી-દેવતાઓમાં ખુબ જ શ્રદ્ધા અને આસ્થા છે એટલે જ મોટી સંખ્યામાં દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા છે. ભક્તોને તેમના જીવનમાં જેટલી વખતે તકલીફ થાય છે.

એટલી વખતે આ મંદિરોમાં જાય છે અને તેમને પડી રહેલી મુશ્કેલીઓ દેવી-દેવતાઓને જણાવે છે અને દેવી-દેવતાઓના આશીર્વાદથી જ ભક્તોના દુઃખો દૂર થઇ જાય છે.ગુજરાતના ખૂણે ખૂણે માં મેલડીના હજારો-લાખો નાના-મોટા મંદિરો આવેલા છે,

આ બધા જ મંદિરોમાં માં મેલડી આજે પણ હાજરા હજુર બિરાજમાન છે. આજે આપણે ભાવનગરના સિહોરમાં આવેલા મંદિરો વિષે જાણીએ. આ મંદિર મેલડી માતાજીનું મંદિર છે અને તે મંદિર સિહોરના રેલવે સ્ટેશન પાસે આવેલું છે અને આ મંદિરને ભક્તો માં તારાદેવી મેલડી માતાના નામે પૂજે છે.

માતાજીનું આ મંદિર અંદાજિત ૧૯૭૮ માં બંધાયેલું છે, અને ત્યારથી લઈને આજ સુધી માતાજી મંદિરમાં હાજરા હજુર બિરાજમાન છે. માતાજીના દર્શને ઘણા ભાવિ ભક્તો દર્શને આવે છે અને દર્શન કરીને કેટલીક મનોકામનાઓ પણ માંગે છે જે માતાજીના આશીર્વાદથી જ પુરી થઇ જાય છે. મેલડી માતાજીના મંદિરમાં આજે પણ માં પરચા પુરે છે.

તેમાંથી એક પરચાની જો વાત કરીએ તો અહીંયા એક વાટકો હતો જેમાં પાણી તેની જાતેજ અહીંયા આવતું હતું પછી તેને બધા જ લોકો જોવા લાગ્યા અને આજના સમયમાં આ જોઈને માનવાવાળા લોકો ઘણા ઓછા છે એટલે આ વાટકો આજે ત્યાં મંદિરમાં જોવા નથી મળતો. અહીંયા રોજે રોજ ઘણા દુઃખી ભક્તો માતાજીના દર્શને આવે છે અને ભક્તોના બધા જ દુઃખ માતાજી દૂર કરીને ભક્તો હસ્તે મોઢે ઘરે જાય છે.

Most Popular

Recent Comments