રશ્મિકાને ભારે પડી આ ફેશન, ફેશનના ચક્કરમાંથઈ ઓપ્સ મોમેન્ટનો શિકાર…

Posted On:07/28/22

નેશનલ ક્રશ તરીકે પ્રખ્યાત રશ્મિકા મંદના આજકાલ ખૂબ ચર્ચામાં છે. તે તેની અદાકારી સાથે બોલ્ડનેસ માટે પણ જાણીતી છે. પરંતુ આ વખતે રશ્મિકા ફેશનના ચક્કરમાં હેરાન પરેશાન થઈ ગઈ હતી. તેની ઉપ્સ મોમેન્ટ પણ કેમેરામાં કેદ થઈ છે.

રશ્મિકા અલ્લુ અર્જુન સાથે ફિલ્મ પુષ્પામાં જોવા મળી હતી. ત્યારથી તેની લોકપ્રિયતા પણ વધી છે. તેનું ફેન ફોલોઈંગ પણ મોટું છે. લોકો સતત તેના વિશે અપડેટ જાણવા તલપાપડ રહે છે. તેવામાં તેની કેટલીક તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે સુંદર તો લાગે છે પરંતુ આ ડ્રેસ પહેરીને તે એક કાર્યક્રમમાં પહોંચી ત્યારે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ હતી.