રણુજામાં રામદેવપીર મહારાજ આજે પણ સાક્ષાત બિરાજમાન છે, અહીંયા દર્શને આવતા નિઃસંતાન દંપતીના ઘરે રામદેવપીરના આશીર્વાદથી પારણાં બંધાય છે.

Posted On:07/31/22

આપણે દરેક મિત્રો જાણીએ જ છીએ કે ગુજરાતમાં કેટલાય પ્રાચીન અને પૌરાણિક મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો તેમની આસ્થા સાથે દર્શને આવતા હોય છે, દરેક ભક્તો દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, ઘણા મંદિરોમાં ઘણા પરચા પણ જોવા મળતા હોય છે, તેથી દરેક મંદિરને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે.

તેવા જ આજે આપણે સાક્ષાત પરચા પૂરતા એક મંદિરની વાત કરીશું, આ મંદિરમાં સાક્ષાત રામદેવપીરને બિરાજમાન કરવામાં આવ્યા છે, આ રામદેવપીરનું મંદિર જામનગરના કાલાવડ પાસે રણુજા ગામમાં આવેલું છે,

આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં રામદેવપીરના દર્શન કરવા અને આર્શીવાદ લેવા માટે આવતા હોય છે, દરેક ભક્તો દર્શન કરીને તેમના જીવનમાં આવતા દરેક દુઃખો દૂર કરતા હોય છે.

આ રામદેવપીરના મંદિરને સાક્ષાત પરચા આપતું મંદિર કહેવામાં આવે છે, આ મંદિરમાં રામદેવપીરે ભકતોને સાક્ષાત પરચા પૂર્યા હતા, રામદેવપીરના એક પરચાની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલા આ જગ્યા પર એક રાજકોટના વતની પહોંચ્યા અને તેમની ગાડીમાં આ જગ્યા પર પેટ્રોલ પૂરું થઇ ગયું, ત્યારબાદ હીરાભગત તે વ્યક્તિને મળ્યા અને હીરાભગતે તે વ્યક્તિને ભોજન લેવા માટે કહ્યું.

તે પછી આ વ્યક્તિએ ભોજન લીધું અને તેમને કહ્યું કે હવે બાપા મારે રાજકોટ જવું છે પણ ગાડીમાં પેટ્રોલ પૂરું થઇ ગયું છે, તો બાપાએ તે વ્યક્તિને કીધું કે અહીં જે નાંદ છે તેમાંથી પાણી ભરીને તમારી ગાડીમાં નાખો, ત્યારબાદ આ વ્યક્તિએ પાણી ભરીને નાખ્યું તો તેમની ગાડી રાજકોટ પહોંચી ગઈ હતી, આથી રામદેવપીરને આ રાજકોટના વ્યક્તિને સાક્ષાત પરચો આપ્યો હતો.

તેથી હીરાભગતને રામદેવપીરને આર્શીવાદ આપ્યા હતા તેથી તે દરેક ભક્તોને પરચા પૂરતા હતા. આ મંદિરમાં એક એવી પણ માન્યતા રહેલી છે કે જે ભક્તો આ રામદેવપીરના મંદિરમાં આવીને જે માંગે છે તે દરેક વસ્તુ રામદેવપીર ભક્તને આપે છે,

જે ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ ના મળતું હોય તે દરેક ભક્તોને આ મંદિરમાં રામદેવપીરના આર્શીવાદ માત્રથી તેમના ઘરે પારણાં બંધાતા હોય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડે છે.