રક્ષા બંધન 2022: 11મી કે 12મી ઓગસ્ટે કયા દિવસે રક્ષા બંધન ઉજવવામાં આવશે? જાણો શુભ સમય

Posted On:08/9/22

ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો
ઉજવીએ છીએ. રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને માર્કેટ અવનવી રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમને દર્શાવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર પૂર્ણિમા તિથિના રોજ બે દિવસ એટલે કે 11 અને 12 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે. બે દિવસની પૂર્ણિમા તિથિને કારણે લોકોમાં કયો દિવસ રાખડીનો તહેવાર ઉજવવા માટે શુભ રહેશે અને રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય કયો છે તે અંગે અસમંજસ પ્રવર્તી રહી છે.

11 કે 12 રક્ષાબંધન ક્યારે છે-
હિંદુ કેલેન્ડર અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ 11 ઓગસ્ટના રોજ સવારે 10:38 વાગ્યે શરૂ થશે, જે 12 ઓગસ્ટના રોજ સવારે 07:5 વાગ્યા સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં લોકો દ્વિધામાં છે કે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટે ઉજવવામાં આવશે કે 12મી ઓગસ્ટે. જ્યોતિષીઓના મતે 11 ઓગસ્ટના રોજ ભદ્રા કાળની છાયાને કારણે કેટલાક લોકો 12 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવશે.

જાણો બંને દિવસનો શુભ સમય-
11 ઓગસ્ટે ભદ્રકાલ સવારથી રાત્રે 08:51 સુધી છે. હિંદુ માન્યતાઓ અનુસાર, સૂર્યાસ્ત પછી કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. તેથી બહેનો તેમના ભાઈને ન તો ભદ્રકાળમાં કે ન તો રાત્રે રાખડી બાંધી શકે. એટલા માટે કેટલાક પંડિતો માત્ર 12 ઓગસ્ટે જ રક્ષાબંધન ઉજવવાનું શુભ માને છે. જો તમે 12 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવી રહ્યા છો, તો સવારે 07:05 પહેલા ભાઈના કાંડા પર રાખડી બાંધો.

રાખડી બાંધવાની રીત
ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ દિશામાં અને બહેનનું મુખ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.સૌ પ્રથમ, બહેનો તેમના ભાઈને કંકુ નો ચાંદલો ચોખા લગાવે. ઘીના દીવા થી આરતી ઉતારો, ત્યારબાદ મીઠાઈ ખવડાવી ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો.