Sunday, October 2, 2022
Homeધર્મની વાતોગુજરાતનું એક એવું મંદિર જ્યાં ત્રણમુખ વાળા ચામુંડા માતાજી દર્શન આપે છે,...

ગુજરાતનું એક એવું મંદિર જ્યાં ત્રણમુખ વાળા ચામુંડા માતાજી દર્શન આપે છે, જાણો કયા બિરાજમાન છે માતાજી…

ભારતની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ. દરેક લોકો ભગવાન અને દેવતાઓને ખૂબ જ શ્રદ્ધા પૂર્વક પૂજા કરે છે. દરેક લોકોને પોતાના કુળદેવી હોય છે. શ્રદ્ધા અને ભાવપૂર્વક -ભક્તિપૂર્વક ભગવાનની સેવા કરે તેને ભગવાન હંમેશા ફળ આપે છે. આજે તમને હિન્દુ ધર્મમાં ચામુંડા માતાજી નું નામ કેવી રીતે પડ્યું તેના વિશે જણાવવાના છીએ. ચામુંડા માતા ને સાત માતા ની માતા તરીકે ઓળખવામાં આવે છે. અને જોગણી માંની એક માતા તરીકે ગણે છે. આ ઉપરાંત ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ પણ કહેવામાં આવ્યું છે.

આજે વાત કરવા જઇ રહ્યા છીએ તે મંદિર વલસાડ થી ૮ કિલોમીટર ના અંતરે પાનેરાના ડુંગર પર આવેલા કિલ્લામાં દેવી ચંદ્રિકા,નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના કરવામાં આવી છે.

આ મંદિરમાં ચામુંડામાની ત્રિમુખી મૂર્તિના દર્શન કરવા મળે છે.આ મંદિરમાં નવરાત્રીમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે.માંના ભક્તો આકળો પહાડ પાર કરીને માતા ચામુંડાના દર્શન કરવા માટે જતા હોય છે.

તે મંદિરે પહોંચવા માટે લગભગ એક હજારથી પણ વધુ પગથિયાં ચડવા પડે છે આ મંદિરના ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ખાસ સુવિધા પણ કરી છે.આ મંદિરે એક વાવ પણ આવેલી છે.આ મંદિરે આસો સુદ આઠમના દિવસે ત્યાં લોકમેળો ભરાય છે અને તે મેળામાં લાખોનો સંખ્યામાં ભકતો જોવા મળતા હોય છે.

આ દિવસે પાનેરા ગામના લોકો તરૈયા રમવા ડુંગર પર ચડતા હોય છે.માન્યતા અનુસાર નવરાત્રીમાં આ મંદિરે ગરબો રમવાથી દરેકની મનોકામના પુરી થાય છે.આઠમના દિવસે આ મંદિરે સરકારી તંત્ર પણ હજાર હોય છે જેથી દરેક ભક્તોને મુશ્કેલી ના પડે.

આ ડુંગર પર શિવાજી મહારાજનો પણ કિલ્લો આવેલો છે.જેના અવશેષો આજે પણ જોવા મળે છે.આ મંદિરમાં સવારે અને સાંજે આરતી પણ થાય છે.આ મંદિરમાં ભક્તો વિવિધ રીતે આસ્થાની સાબિતી આપતા હોય છે અમુક લોકો માતાજીના દર્શન કરવા માટે ચાલીને આવે છે તો અમુક લોકો પગથિયાં પર ચાંદલા કરીને આવે છે.

Most Popular

Recent Comments