NEET Exam નો મામલો,એક્ઝામ આપવી હોય તો પહેલા બ્રા ઉતારો,મામલો સંસદમાં ઉછળ્યો , ફરિયાદ દાખલ 

NEET Exam નો મામલો,એક્ઝામ આપવી હોય તો પહેલા બ્રા ઉતારો,મામલો સંસદમાં ઉછળ્યો , ફરિયાદ દાખલ 

કેરળ પોલીસે મંગળવારે મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા NEET પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓને ઇનરવેર વગર બેસાડવાનો કેસ નોંધ્યો હતો.

આ મામલના પડઘા સંસદમાં સંભળાયા

સાથે જ આ મામલાના પડઘા સંસદમાં પણ પડ્યા છે. સમાચાર એજન્સી ANI અનુસાર, લોકસભામાં આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રને કોલ્લમમાં NEET પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓને તેમના આંતરિક વસ્ત્રો ઉતારવાની ફરજ પાડવાની ઘટના પર ગૃહમાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે.

પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

કેરળ પોલીસે કહ્યું કે કોલ્લમ જિલ્લાના આયુરમાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં રવિવારે આયોજિત NEET પરીક્ષા દરમિયાન કથિત રીતે અપમાનજનક અનુભવનો સામનો કરનાર એક છોકરીની ફરિયાદ પર, ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને IPC (આઈપીસી) IPC) અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મહિલા અધિકારીઓની ટીમે યુવતીનું નિવેદન નોંધ્યા બાદ કેસ નોંધ્યો છે. આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કૃત્યમાં સંડોવાયેલા લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

આ મામલો સોમવારે સામે આવ્યો 

આ મામલો સોમવારે ત્યારે સામે આવ્યો જ્યારે 17 વર્ષની છોકરીના પિતાએ મીડિયાને કહ્યું કે તેમની પુત્રીને NEET પરીક્ષા દરમિયાન 3 કલાકથી વધુ સમય સુધી આંતરિક વસ્ત્રો વગર બેસવું પડ્યું. તે હજુ પણ તે આઘાતમાંથી બહાર આવી નથી. છોકરીના પિતાએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે તેમની પુત્રીએ NEET બુલેટિનમાં દર્શાવેલ ડ્રેસ કોડ મુજબ પોશાક પહેર્યો હતો, જેમાં આંતરિક વસ્ત્રો વિશે કંઈપણ કહેવામાં આવ્યું ન હતું.

શું છે ઘટના 

રવિવારે સમગ્ર દેશમાં નીટની પરીક્ષા લેવાઈ હતી. કેરળના કોલ્લમ જિલ્લામાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષા દેવા માટે આવી હતી. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા સ્ક્રિનિંગ પ્રક્રિયા દરમિયાન, વિદ્યાર્થીનીઓને મેટલ ડિટેક્શન સ્ટેજ પર આંતરિક વસ્ત્રો દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. ડ્રેસ કોડ મુજબ, વિદ્યાર્થીનીઓને પરીક્ષા હોલમાં પ્રવેશતી વખતે કોઈપણ ધાતુની વસ્તુ અથવા સામગ્રી સાથે લઈ જવાની મંજૂરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા તપાસ દરમિયાન બ્રાના હૂકને કારણે મેટલ ડિટેક્ટરની બીપ વાગવા લાગી. આ પછી વિદ્યાર્થિનીઓ પાસેથી બ્રા ઉતારી લેવામાં આવી હતી.વાલીઓને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો.

admin