કાઠાળી મેલડી માતાજીના મંદિરમાં ઘણા ભક્તો ગયા હશે પરંતુ આજે પણ મંદિરની આ એક વાત વિષે મોટા ભાગના ભક્તોને નહિ ખબર હોય

Posted On:07/31/22

ગુજરાતની ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની ધરતીને પવિત્ર માનવામાં આવે છે. એટલે જ ત્યાં દેવી-દેવતાઓના ખાસ કરીને મંદિરો આવેલા છે. આજે આપણે એક એવા જ મેલડી માતાજીના મંદિર વિષે જાણીએ જે ભાવનગરના સોનગઢમાં આવેલું છે.

આ મેલડી માતાજીના મંદિરને કાઠાળી મેલડી માં તરીકે ઓળખવામાં આવે છે.પહેલા પાલીતાણાથી સોનગઢ જતી વખતે રસ્તામાં એકલયા મહાદેવનું તળાવ આવેલું હતું અને તેની પાસે એક વાવ આવેલી હતી.

જ્યાં કેટલાય લોકો પસાર થતી વખતે અહીંયા પાણીપીને આરામ કરતા હતા. એ સમયે પહેલા માતાજીની નાની એક ખામ્ભી જ આવેલી હતી. પછી સમય જતા અહીંયા માતાજીના મંદિરનું નિર્માણ થયું છે.

આજે રોજે રોજ આ મંદિરમા ભક્તો માતાજીના દર્શને આવે છે અને આ બધા જ ભક્તોને માં મેલડી ખુશ રાખે છે. માતાજીના આશીર્વાદ લેવાથી ભક્તોના જીવનમાં પડતા બધા જ દુઃખો દૂર થઇ જાય છે. અહીંયા ખાસ કરીને ભક્તો માતાજીના મંદિરમાં ચૈત્ર નવરાત્રીએ, આસો નવરાત્રી, મંગળવાર અને રવિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.

અહીંયા માં કાઠાળી મેલડીના દર્શન કરવાથી જ ભક્તોના દુઃખો દૂર થઇ જાય છે એટલે જ ભક્તો માના દર્શને રોજે રોજ આવે છે. માં મેલડી તેમના દર્શને આવતા ભક્તોના દુઃખો પળમાં દૂર કરી દે છે અને બધા જ ભક્તો માં મેલડીના દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરે છે. માં મેલડી આજે પણ અહીંયા હાજરા હજુર બિરાજમાન છે અને ભક્તોના દુઃખો માં દૂર કરે છે અને ભક્તોના જીવનમાં સુખ શાંતિ આપે છે.