કચ્છમાં આવેલ માં મોગલ આજે પણ હજારો પરચા આપે છે, તેના સમરણ માત્રથી તમામ ભક્તોની મનોકામનાઓ થાય છે પૂર્ણ

Posted On:07/31/22

આપણા દેશને એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહિયાં દેવી-દેવતાઓને પ્રાથના કરવામાં આવે છે. આજના આ લેખમાં આપણે મોગલ માં ના ચમત્કારિક મંદિર વિશે જાણીશું. કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે. આજે અમે તમને ગુજરાતના કચ્છમાં આવેલા એવા જ એક મંદિર વિશે જણાવીશું. આ મંદિર કચ્છના કાબરાઉમાં આવેલું છે,

કાબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે, આ મંદિરમાં માં મોગલની સાથે સાથે બાપુ મણિધર પણ બિરાજમાન છે. આ મંદિરમાં આવતા બધા જ ભક્તો માં મોગલના દર્શન કરીને બાપુ મણિધરના પણ દર્શન કરીને આર્શીવાદ લે છે. આ મંદિરમાં માનેલી બધી જ માનતાઓ પૂર્ણ થાય છે.

થોડોક સમય પહેલાં એક મહિલાને પગ દુખાવો હોવાથી તેણે લાખો રુપયાની દવા કરાવી છતાં પણ સારું ન થતાં માં મોગલને માનતા માની હતી અને થોડા જ દિવસમાં ચમત્કાર જોવા મળ્યો હતો અને તેને દુખાવો તરત જ માટી ગયો હતો. તેવી જ રીતે એક દીકરીએ પોતાની નોકરી માટે માનતા માની હતી તેને પણ થોડા જ દિવસમાં ફળ મળ્યું હતું. એક વ્યક્તિનાં 4 લાખ રૂપિયા ખોવાય ગયા હતાં.

તેને માં મોગલને માનતા માની તો 2-3 દિવસમાં જ તે રૂપિયા મળી ગયા હતાં. આમ માં મોગલના ખુબ જ મોટા પરચા આ મંદિરમાં જોવા મળે છે. એક તેવા જ ભક્તની માનેલી માનતા પુરી થઇ એટલે કાબરાઉમાં માં મોગલના દર્શન કરવા માટે અને બાપુ મણીધરના આર્શીવાદ લેવા માટે એક દંપતી તેમની નવજાત બાળકીને લઈને આવ્યું હતું. મંદિરમાં આવીને દંપતીએ બાપુ મણીધરના આર્શીવાદ લીધા અને તેમની બાળકીને આર્શીવાદ આપવાનું કહ્યું,

તો બાપુ મણીધરે નવજાત દીકરીને આર્શીવાદ આપ્યા અને બાળકીનું નામ મેઘના પાડ્યું. 12 વર્ષના વાણા વીત્યા પછી આખરે માં મોગલમાં એ રાજાના કુવર જેવો રૂડો રૂપાળો દિકરો આપ્યો છે, ત્યારે ખરેખર આ દંપતી પોતાની માનતા પુરી કરવા આવ્યા.