ભગુડા માં મોગલ ના ધામ  મા કેમ ક્યારે નથી થતી ચોરી..?  રોજ લાખો લોકો આવે છે દર્શન કરવા

ભગુડા માં મોગલ ના ધામ  મા કેમ ક્યારે નથી થતી ચોરી..?  રોજ લાખો લોકો આવે છે દર્શન કરવા

ભગુડા માં મોગલ ના ધામ  મા કેમ ક્યારે નથી થતી ચોરી..?  રોજ લાખો લોકો આવે છે દર્શન કરવા, ગુજરાતના ભાવનગર જિલ્લામાં એક નાનું એવું ગામ આવેલું છે ભગુડા. જ્યાં સાક્ષાત મા મોગલ વસે છે. પોતાની કૃપા ભગુડા ગામ ની અંદર આઈ શ્રી મોગલ ગામ આવેલું છે.જય માં મોગલ હાજરાહજૂર રહે છે. આ સ્થાન પર મોગલ આઈ દ્વારા અનેક પવિત્ર ઘટનાઓ બની છે.

માતાજી મોગલના ચમત્કાર વિશે તો આપ સૌ જાણકાર જ હશો. ભગુડમાં સ્થિત માં મોગલના ધામ માં ક્યા રે પણ નથી થતી ચોરી એ એક મોટો ચમત્કાર જ છે. માં મોગલના પરચાઓ તો જગવિખ્યાત છે. તેના દર્શન માત્ર થી દુઃખો દૂર થઈ જાય છે. દૂર દૂર થી ભક્તો માતા મોગલના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે.

માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે. માતાજી મોગલના ચાર ધામ છે તેમાંથી આજે અમે તમને ગોહિલવાડના ભગુડા ધામ ની વાત કરશુ.

એક લોકવાયકા મુજબ નળરાજની તપોભૂમિ ભગુડા ગામે 450 વર્ષ પહેલાં માતાજી પધાર્યા હતા. ભગુડા ગામ આજે લોકોમાં એક મોગલ ધામ તરીકે પ્રખ્યાત છે.

બહુ ઓછા લોકોને ખબર હશે કે ટ્રસ્ટમાં ખજાનચીની જવાબદારી મુસ્લિમ બિરાદર રમઝાન શેઠ બોરડાવાળા સાંભળે છે.

ગુજરાતમાં માતાજીના મુખ્ય ચાર ધામ છે. ભીમરાણા, ગોરયાળી, રાણેશર અને ભગુડા ધામ છે. લોક કહાની મુજબ માતાજી મોગલ ચોરો પર કોપાયમાન થાય છે.

તેથી જ ભગુડા ગામમાં ક્યારે પણ ચોરીનો બનાવ બન્યો નથી. ગામના લોકોનો માતાજી પર એટલી બધી શ્રદ્ધા છે કે ગામના કોઈ પણ ઘર કે દુકાનને ક્યારે પણ તાળાં મારતા નથી. ગામના લોકો પર માતાજીના અસીમ આશીર્વાદ હંમેશા રહે છે. તેથી જ ભગુડા ગામમાં ક્યારે ચોરી નથી થઈ.

admin