જાણો બૉલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જેમણે પોતાની પહેલી ફિલ્મમાં જ આપ્યા હતા બોલ્ડ સીન

Posted On:07/28/22

બૉલીવુડમાં દરરોજ કેટલાય લોકો પોતાનું નસીબ ચમકાવવા આવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ઘણું બધુ બદલાઈ ગયું છે. પહેલા ફિલ્મોમાં બોલ્ડ સીન આવવા એ બહુ અજુગતું લાગતું હતું જો કે હવે આ બધુ સામાન્ય થઈ ગયું છે. પણ આજે અમે તમને બૉલીવુડની એવી અભિનેત્રીઓ વિષે જણાવી રહ્યા છે જેમણે પોતાની પહેલી જ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. ચાલો જોઈએ આ લિસ્ટમાં કોણ કોણ છે.

1. સુરવીન ચાવલા : આ અભિનેત્રીએ બૉલીવુડમાં આવતા જ હેટ સ્ટોરી 2માં કામ કર્યું હતું એન આ સિવાય તેણે ફિલ્મમાં આવતા પહેલા ટીવી પર ખૂબ કામ કર્યું હતું.

2. પાઓલી ડેમ : બંગાળી આ અભિનેત્રીએ ફિલ્મ હેટ સ્ટોરીથી એન્ટ્રી બૉલીવુડમાં લીધી હતી આ ફિલ્મમાં પણ તેણે ખૂબ બોલ્ડ સીન આપ્યા હતા. તેના એક એક સીન જોતાં જ દર્શકો પાણી પાણી થઈ ગયા હતા.

3. પૂનમ પાંડે : નશા ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી લેનાર આ ફિલ્મમાં પૂનમ પાંડેએ ખૂબ બોલ્ડ સીન આપ્યા હતા. તેના લીધે તે ખૂબ ચર્ચામાં પણ રહી હતી.

4. સોનાલી રાઉત : હિમેશ રેશમિયાની ફિલ્મ ‘ધ એક્સપોઝ’થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. આ મૂવીમાં સોનાલીએ મંદાકિનીથી પ્રેરિત અવતારમાં જોવા મળી હતી.

5. સની લિયોન : જીસ્મ 2, થી પોતાના કરિયરની તેણે શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ ઘણા બધા બોલ્ડ સીન આપ્યા હતા.

6. એશા ગુપ્તા : અભિનેતા અને સારા કિસર એવા ઈમરાન હાશ્મી સાથે એશાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણી ફિલ્મ ‘જન્નત-2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

7. મલ્લિકા શેરાવત : બૉલીવુડની બોલ્ડ અને હોટ અભિનેત્રીના લિસ્ટમાં માં મલ્લિકાનો નંબર ટોપ પર આવે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં ડેબ્યૂ દરમિયાન તેણે 17 કિસીંગ સીન આપ્યા હતા.