Sunday, October 2, 2022
Homeધર્મની વાતોજેઠાલાલ ફરે છે ગુજરાત માં.. પેહલા રૂપાણી ના દીકરા ના લગ્ન માં.....

જેઠાલાલ ફરે છે ગુજરાત માં.. પેહલા રૂપાણી ના દીકરા ના લગ્ન માં.. ચોટીલા મંદિર માં પૂજા..જુઓ તસવીરો

હાલ ટી.વી.સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા જે સોની ટી.વી.પર ધૂમ મચાવે છે. તેમાં મહત્વની ભૂમિકા ભજવનાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયથી વર્ષોથી જોડાયેલા છે. દિલીપ જોશી કોઈપણ દેશ કે શહેરમાં જાય છે ત્યાં સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવાનું ચુકતા નથી. તારક મહેતા કા ઉલટા ચશ્મા જે ઘણા એપિસોડ પુરા કરીને લોકોના દિલ માં સ્થાન પ્રાપ્ત કરેલ છે . જેમાં ખાસ કરીને જેઠાલાલ અને દયાભાભી ની મહત્વની ભૂમિકા છે.

હાલ માં જેઠાલાલ ગુજરાત ના પ્રવાસે છે મીડિયા રિપોર્ટ અનુસાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પૂર્વ cm વિજયભાઈ રૂપાણી ના દીકરા ઋષભ રૂપાણી ના લગ્ન માટે ગુજરાત આવ્યા હતા અને  જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી તેમજ તેમના ધર્મપત્ની ચોટીલા થી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ એ ચોટીલાના જલારામ મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ મંદિર ચોટીલા થી રાજકોટ તરફ જતા હાઇવે પર આવેલ છે. ત્યાં જલારામ મંદિરે દર્શન કરી સાથે ભગવાન શિવની પૂજા કરી હતી .

ભારતીય ટીવી દર્શકોના ધરે ધરે જોવાતી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માં નું મુખ્ય પાત્ર એવા જેઠાલાલ અને રીયલ લાઇફના તેમના ધર્મપત્ની એ ગઇ કાલે ચોટીલામાં ટૂંકુ રોકાણ કરી શિવપૂજન કર્યું હતું, જેઠાલાલ જલારામ મંદિરે આવ્યાની વાત વાયુવેગે પ્રસરતા શહેરમાં રહેલ ચાહકો જલારામ મંદિરે ઉમટ્યા હતા.

જલાબાપાના ભક્તનું પૂના આણંદી જલારામ સત્સંગ મંડળ વતી ટ્રસ્ટી દામજીભાઇ પટેલ, મંદિરના મેનેજર રાજુભાઇ રાજપુત સહિતનાએ ખેસ અને બાપા ની પ્રતિમા આપી સ્વાગત કરેલ હતું.

ચોટીલા જલારામ મંદિરે ટીવી સ્ટાર અને તેમના પત્ની એ મંદિરમાં બિરાજમાન દેવી દેવતાના ભાવ પુર્વક દર્શન સાથે ખાસ શિવ પુજન નો લ્હાવો લઇ ભોજનાલયમાં બાપા નો ભોજન પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.

જાણવા મળ્યા મુજબ તેમના વતન પોરબંદરથી બાય રોડ અમદાવાદ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પુત્રના રીશેપ્શનમાં જવા માટે નિકળ્યા હતા અને સમયની અનુકૂળતા હોવા થી ચોટીલા જલારામ મંદિરે ટૂકું રોકાણ કર્યું

Most Popular

Recent Comments