જલારામ બાપાએ વીરપુરની પહેલા ગુજરાતના આ ગામમાં જન્મ લીધો હતો, જે ખુબ જ ઓછા લોકો જાણતા હશે…

Posted On:08/4/22

મિત્રો તમે બધા લોકો ગુજરાતના મહાન સંત એવા જલારામ બાપાને તો જાણતા જ હશો રાજકોટના વીરપુર ધામમાં આજે દેશ વિદેશથી લોકો અહીં જલારામ બાપાના આશીર્વાદ લેવા માટે આવે છે અને બાપાના દર્શન માત્રથી જ બધા દુઃખ દૂર થઇ જતા હોય છે.

પણ આજે અમે તમને ગુજરાતના એક એવા સ્થાન વિષે જણાવીશું કે જેને જલારામ બાપાનો આગલો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.આ જગ્યાને લોકો જાલા ભગતની જગ્યા કહેવામાં આવે છે. જાલા ભગતને જલારામ બાપાનો આગલો જન્મ માનવામાં આવે છે.

જયારે જાલા ભગતે સમાધિ લીધી ત્યારે તેમને કહ્યું હતું કે તેમનો હવે જન્મ રાજકોટના વીરૂપુર ગામમાં લોહાણા સમાજમાં થશે. આ ધામ વાંકાનેરના ખેસરીયા ગામે આવેલું છે. અહીં જલારામ બાપા પણ આવ્યાં હતાં.

તેમને અહીં આવીને કહ્યું હતું કે તેમના એક દુકાનમાં ૬૦ રૂપિયા ઉધાર બાકી છે અને તે વાત સાચી નીકળી હતી. જાલા ભગતના મંદિરે જવાથી ભકતોના તમામ દુઃખ દૂર થાય છે અહીં વીરપુરની જેમ જ અન્નક્ષેત્ર ચાલે છે. જ્યાં આવ્યા ભકતોને વિના મુલ્યે ભોજન કરાવવામાં આવે છે. આ મંદિરનો મહિમા પણ વીરપુર જેવો જ છે.

લોકો અહીં આવીને પોતાની માનતા માને છે અને જયારે તેમની માનતા પુરી થાય ત્યારે લોકો અહીં મંદિરમાં બે થી ત્રણ દિવસ વિવિધ વસ્તુઓની સેવા આપીને પોતાની માનતા પુરી કરે છે.સાચા દિલથી માનવામાં આવેલી દરેક માનતાઓ અહીં પુરી થાય છે. આજ સુધી હજારો ભકતોની માનતા જાલા ભગતે પુરી કરી છે.