કેવી હશે સાળંગપૂર હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા, જાણો આ પ્રતિમાની વિગતો…

Posted On:08/9/22

આપ બધા જાણતા જ હશો સાળંગપૂર કષ્ટભંજનદેવ હનુમાન દાદાનો મહિમા. જે દાદાના દર્શન કરે છે તેમની બધી જ ઈચ્છા પુરી થાય છે. તેથી કહેવાય છે કે કષ્ટભંજનદેવ સત્ય છે. આજે આપણે જાણીશુ હનુમાન દાદાની નવી બની રહેલી પ્રતિમા વિશે.

મોરબીમાં બનેલી વિશાલ હનુમાન દાદા ની મૂર્તિની જેમ હવે સાળંગપુરમાં એન્ટર થતા જ 7 કિમી દૂરથી તમને હનુમાન દાદાના દર્શન થઇ જશે. કારણ કે કષ્ટભંજનદેવ મંદિરના પિરસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે છે. જેનું વજન 30 હજાર કિલો હશે અને પંચધાતુમાંથી મૂર્તિ બનાવવામાં આવશે. હાલ મૂર્તિ બનાવવાનું કામ હરિયાણાના ગુરુગ્રામમાં ચાલી રહ્યું છે. આખો પ્રોજેકટ પૂર્ણ થયા બાદ આચાર્ય શ્રીરાકેશ પ્રસાદજી અને વડતાલ બોર્ડના સાથ સહકારથી સંતો દ્વારા દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરાશે. આ પ્રોજેકટનું ‘કિંગ ઓફ સાળંગપુર’ નામ આપવામાં આવ્યું છે.

જાણીએ કિંગ ઑફ સાળંગપુર પ્રોજેક્ટની વિશેષતાઓ વિશે
સાળંગપુર મંદિરની પાછળ 1 લાખ 35 હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ બનાવામાં આવશે અને દક્ષિણ મુખે હનુમાનજીની વિશાળ મૂર્તિ મુકવામાં આવશે. 62 હજાર સ્ક્વેર ફૂટમાં બે મોટા ગાર્ડન બનાવવામાં આવશે. આ ગાર્ડનમાં એક સાથે 12 હજાર લોકો બેસી શકશે. 11,900 સ્કવેર ફૂટમાં સ્ટેપ વેલ બનાવવામાં આવશે જ્યાં લાઇટ, સાઉન્ડ અને ફાઉન્ટેનનો રોમાંચ માણી શકાશે 1500 લોકોની ક્ષમતા વાળુ એમ્ફીથિયેટર બનાવવામાં આવશે.

કેવી હશે હનુમાનજીની પ્રતિમા
કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે. આ મૂર્તિ 30 હજાર કિલોની પંચધાતુની  હશે. અંદરનું સ્ટ્રક્ટર સ્ટીલનું બનેલું હશે. ભૂંકપના મોટા ઝાટકાની પણ કોઇ અસર નહી થાય. પંચધાતુની થિકનેસ 7.0mm રાખવામાં આવશે. 5 હજાર વર્ષ સુધી મૂર્તિ અડીખમ રહેશે. 3D પ્રિન્ટર, 3D રાઉટર અને CNC મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

કોણ બનાવી રહ્યું છે
હનુમાનદાદાની મૂર્તિ રાજસ્થાનના નરેશભાઇ કુમાવત મૂર્તિ બનાવે છે હરિયાણાના માનેસરમાં મૂર્તિ બની રહી છે. આ મૂર્તિ 6 મહિનાથી બની રહી છે.

આ મૂર્તિ ક્યારે બનીને થશે તૈયાર?
હનુમાન જયંતિ પછી શરુ કરવામાં આવ્યુ છે કામ 3-4 સ્ટેપમાં મૂર્તિ કરવામાં આવશે સ્થાપિત 14 ઑક્ટોબરથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.