સામાન્ય બીમારી થી લઈને કેન્સર સુધી, તમામ રોગ હનુમાજીનાં આ મંદિરમાં પાંચ પરિક્રમા કરવાથી ગાયબ થઈ જાય છે – અંધવિશ્વાસ નહી હનુમાનજીના આશીર્વાદ છે આ.

સામાન્ય બીમારી થી લઈને કેન્સર સુધી, તમામ રોગ હનુમાજીનાં આ મંદિરમાં પાંચ પરિક્રમા કરવાથી ગાયબ થઈ જાય છે – અંધવિશ્વાસ નહી હનુમાનજીના આશીર્વાદ છે આ.

આપણા દેશમાં ઘણા દેવી-દેવતાઓની પુજા કરવામાં આવે છે. દેશમાં ઘણા લોકો એવા પણ છે જે મંદિરોમાં થતા ચમત્કારને બનાવટી અને અંધવિશ્વાસ માનતા હોય છે, પરંતુ ભારતમાં એવા ઘણા મંદિર છે, જેના ચમત્કારોનો ઉકેલ વૈજ્ઞાનિકો પાસે પણ નથી. હનુમાનજીનાં દેશભરમાં ઘણાં ચમત્કારિક તથા અદભુત મંદિર છે. એવા જ ચમત્કારી મંદિરોમાં થી એક મંદિર છે, જે પોતાના ચમત્કાર માટે ઓળખવામાં આવે છે અને જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. પરંતુ તે બિલકુલ સાચી વાત છે કે મધ્યપ્રદેશનાં જિલ્લામાં હનુમાનજી નું પ્રસિદ્ધ મંદિર દંદરૌઆ ધામ છે.

આ મંદિરમાં હનુમાનજી ડોક્ટરનાં રૂપમાં પુજવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં હનુમાનજી પોતે પોતાના ભક્તો નો ઈલાજ કરવા માટે ડોક્ટર બનીને પહોંચે છે. માન્યતા છે કે એક સાધુ શિવકુમાર દાસને કેન્સર હતું. તેને હનુમાનજી એ મંદિરમાં ડોક્ટરનાં વેશમાં દર્શન આપ્યા હતા. ત્યારબાદથી સાધુ સંપુર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા. આજે આ મંદિરમાં ફક્ત મધ્યપ્રદેશ માંથી નહીં, પરંતુ સમગ્ર દેશભરમાંથી લોકો પોતાની ગંભીર બીમારીઓનો ઇલાજ કરાવવા માટે આવે છે અને ઘણા લોકોને બીમારીઓમાંથી છુટકારો પણ મળી ગયો છે.

આ મંદિર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ હનુમાનજી ની પાસે બધા પ્રકારના રોગોનો ઈલાજ છે. લોકોનું માનવું છે કે રોગો માટે હનુમાનજીની ભભુતિ કારગર સાબિત થાય છે. વિશેષ રૂપથી અલ્સર અને કેન્સર જેવી બીમારીઓ પણ મંદિરની પાંચ પરિક્રમા કરવા પર ઠીક થઈ જાય છે.

અતિ પ્રાચીન મંદિર હોવાથી તથા સિદ્ધ સ્થળ હોવાને કારણે તે લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અહીંયા દર્શન માટે આવતા કોઈપણ ભક્ત ખાલી હાથે પરત ફરતા નથી. લોકોની મનની ઈચ્છા જરૂર પુરી થાય છે. વળી અહીંયા શ્રી રામ દરબાર પણ છે અને અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા પણ છે, પરંતુ આ મંદિરની વિશિષ્ઠ ખ્યાતિ હનુમાનજી ને કારણે છે. આ મંદિર પર અનુષ્ઠાન સંપન્ન કરવા માટે ખુબ જ દુર-દુરથી લોકો આવે છે. વર્ષમાં એક વખત અહિયાં વિશાળ મેળાનું આયોજન થાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે.

૩૦૦ વર્ષ પહેલા હનુમાનજીની આ મુર્તિ લીમડાનાં વૃક્ષની અંદર છુપાયેલી હતી. વૃક્ષોને કાપવા પર ગોપી વેશધારી હનુમાનજીની આ પ્રાચીન મુર્તિ મળી હતી. આ હનુમાનજીની મુર્તિ નૃત્ય મુદ્રામાં સ્થાપિત છે. આ દેશની એકમાત્ર એવી મુર્તિ છે, જેમાં હનુમાનજીને નૃત્ય કરતા જોઈ શકાય છે. શ્રદ્ધાળુઓનાં દુઃખ-દર્દ દુર કરવા વાળા હનુમાનજી ને દંદરૌઆ તરીકે ઓળખવામાં આવવા લાગ્યા. અહીંયા ડોક્ટર હનુમાનની પાસે સારા સ્વાસ્થ્યની અપેક્ષા લઈને લાખો શ્રદ્ધાળુઓ આવે છે.

admin