મેલડી માતાના ફોટાને ટચ કરીને આશિર્વાદ મેળવી જાણો વલાસણ મંદિરનો ઇતિહાસ

Posted On:08/4/22

મેલડી માતા મંદિર વલાસણનો ઇતિહાસ

આણંદ જીલ્લાના વલાસણ ગામમાં મેલડી માતાનું અતિ પ્રાચીન મંદિર આવેલુ છે.અવું કહેવામાં આવે છે કે મેલડી માતાનું આ મંદિર આશરે 200 વર્ષ જૂનું છે.આ મંદિર વલાસણવાળી મેલડી અને કેળાવાળી મેલડીના નામથી ગુજરાતમાં ઓળખાય છે.આ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ તો આ ત્યારની વાત છે જ્યારે ભારતમાં ગાયકવાડ શાસન ચાલતું હતું.

વલાસણના આ મંદિર સાથે બે અલગ અલગ ઇતિહાસ જોડયેલા છે.એમાથી પહેલો વણઝારા સમાજ સાથે જોડાયેલો છે.400 વર્ષ પહેલા વલાસણ ગામમાંથી વણઝારા સમાજના લોકો ગામ છેડેથી પસાર થઇ બીજે ગામ જઇ રહ્યા હતા ત્યારે રાત પડતા તે વલાસણ ગામમાં રાતવાસો કર્યો હતો.વણઝારા સમાજના લોકો તેમની જોડે મોલડી માતાને સાથે લઇને ગામે ગામે ફરતા હતા.જ્યારે વણઝારા સમાજના લોકોએ વલાસણમાં રાત્રી રોકાણ કર્યું ત્યારે ત્યા નજીક આવેલા કેળાના ઝાડની નીચે મેલડી મા ને સ્થાપિત કર્યા હતા.

પરંતુ વણઝારા સમાજના લોકો સવાર પડતા જ ત્યાંથી નીકળી ગયા અને મેલડી માતાને લઇ જવાનું ભૂલી ગયા હતા.થોડે આગળ જતા વણઝારા સમાજના લોકોને યાદ આવ્યું કે પેલા કેળાના ઝાડ નીચે મેલડી માતાને લાવાનું ભૂલી ગયા છે.તે ત્યાંથી પાછા વળ્યા અને તે સ્થળે પહોંચ્યા.

વણઝારા સમાજના લોકોએ મેલડી માને સાથે આવવા માટે ખૂબ આજીજી કરી પણ મેલડી માતા એમની જોડે આવવા તૈયાર નતા.મેલડી માં એ કીધુ કે તમે મને ભલે ભૂલી ગયા હોવ પણ હું તમને નહીં ભૂલુ.ત્યારબાદ વલાસણની આ પવિત્ર ધરતી પર મેલડીમાં સૌનું ભલુ કરે છે.ત્યાના ગામલોકોએ મેલડી માતાનું તે જ કેળાના ઝાડ નીચે દેરું બનાવીને પુજવાનું શરૂ કર્યું.ત્યારથી આજ સુધી વલાસણ વાળી મેલડીને કેળાવાળી મેલડી માતાના નામથી ઓળખાય છે.

એક લોકવાયકા મુજબ વલાસણ ગામમા ખેતી કરતા ખેડુત ભગવાનભાઇ પટેલ પોતાના ખેતરમા આવેલા એક ઝાડને કાપી રહ્યાં હતા.એ ઝાડને કાપ્યા બાદ તેની નીચેથી મેલડીમાં ની પ્રાચીન મૂર્તિ નીક્ળી હતી.ત્યારબાદ ગ્રામજનો ને જાણ થતા તે જગ્યાએ મેલડી માતાનું મંદિર બનાવ્યું.મેલડી માતાજીના આ પ્રાચીન મંદિર લાખો ભક્તો દર્શન માટે આવે છે અને ધન્યતા અનુભવે છે.