દ્વારકા તો તમે બધા ગયા હશો, પરંતુ દ્વારકાધીશ મંદિરના આ રહસ્ય વિશે તો તમે પણ નહીં જાણતા હોવ…

દ્વારકા તો તમે બધા ગયા હશો, પરંતુ દ્વારકાધીશ મંદિરના આ રહસ્ય વિશે તો તમે પણ નહીં જાણતા હોવ…

દ્વારકાનો અર્થ સંસ્કૃતમાં ‘સ્વર્ગનો પ્રવેશદ્વાર’ છે, કારણ કે દ્વારનો અર્થ દ્વાર છે અને “કા” ભગવાન બ્રહ્માનો ઉલ્લેખ કરે છે.દંતકથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ તેમના યાદવ કુળ સાથે દ્વારકા સ્થાયી થયા હતા. કૃષ્ણ અવતાર તરીકે તેમના મૃત્યુ પછી, સમગ્ર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયું હતું. દ્વારકા ‘ભગવાન કૃષ્ણનું ઘર’ તરીકે પ્રખ્યાત છે.

ગુજરાતના દ્વારકામાં સ્થિત, આ પવિત્ર કૃષ્ણ મંદિર ત્રણ વિશ્વમાં સૌથી સુંદર મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરને હિન્દુઓનું મુખ્ય અને મહત્વનું સ્થાન માનવામાં આવે છે. મંદિરમાં સ્થાપિત શ્રી કૃષ્ણની દ્વારકાધીશ તરીકે પૂજા કરવામાં આવે છે.

દ્વારકા કૃષ્ણના પ્રાચીન રાજ્યનો એક ભાગ હતો અને 12 જ્યોતિર્લિંગો માંના એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ દ્વારકામાં સ્થિત છે. આ કારણોસર, તે એક નોંધપાત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે અને આખું વર્ષ હજારો યાત્રાળુઓને આકર્ષે છે. બીચ સાઇડ અને દરિયા કિનારો એ પણ પર્યટનનું એક વધારાનું આકર્ષણ છે. દ્વારકા મંદિર હિંદુઓ માટેના મહત્વના ચાર ધામ માનું એક છે અને ભારતના સાત સૌથી પ્રાચીન ધાર્મિક શહેરો માનું એક છે.

એવું કહેવામાં આવે છે કે આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. શામળાજી મંદિરમાં ગાયના બે શીંગડા વચ્ચે થી કાળીયા ઠાકોરના દર્શન મુખારવિંદના દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે. શામળાજી મંદિર સફેદ પથ્થરો અને ઈંટો થી બનેલું છે. મંદિરની ઇમારત બે માળ ની છે.

દ્વાર યુગમાં દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની હતી અને આજે કળિયુગમાં આ સ્થાન ભક્તો માટે એક મહાન તીર્થ તરીકે માનવામાં આવે છે. ગોમતી નદીના કાંઠે સ્થાપિત આ મંદિર ખૂબ જ સુંદર અને અદભૂત છે, એટલું જ નહીં, ગોમતી નદી આ સ્થળે અરબી સમુદ્રને મળે છે. દ્વારકાધીશ ઉપખંડમાં ભગવાન વિષ્ણુના 108 દૈવી મંદિર છે, દ્વારકાધીશ મંદિરને હિંદુઓના પવિત્ર મંદિરોમાં એક માનવામાં આવે છે, ચારધામ માથી એક મહત્વનુ મંદીર છે

આ મંદિરનો વિસ્તરણ 15 મી -16 મી સદીમાં કરવામાં આવ્યું હતું. પુરાતત્ત્વ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મંદિર આશરે 2,200-2000 વર્ષ જૂનું છે. જગત મંદિર તરીકે જાણીતા, મંદિરની શિખર આશરે 78.3 મીટર ઉચાઈએ છે. મંદિરની ઉપરનો ધ્વજ સૂર્ય અને ચંદ્રને દર્શાવે છે, જે સૂચવે છે કે જ્યાં સુધી પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર હાજર હશે ત્યાં સુધી કૃષ્ણ હશે. ધ્વજ દિવસમાં 5 વખત બદલવામાં આવે છે.

admin