ચોટીલા ચામુંડા માતાજી મંદિર છે અનોખુ. તમે જાણીને ચોકી જશો.

Posted On:07/8/22

ચોટીલા ચામુંડા માતાજી મંદિર છે અનોખુ. તમે જાણીને ચોકી જશો. ચોટીલાનો ઇતિહાસ, જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ચોટીલા એ હિન્દુ ધર્મનું પવિત્ર યાત્રાધામ છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે,

ચોટીલા માઉન્ટેન આશરે ૧૨૫૦ ફીટ ઊંચું છે અને તે રાજકોટથી આશરે ૪૦ માઇલ દૂર છે અને ગાંધીનગરથી લગભગ ૫૨ માઇલ દૂર છે.

ચામુંડા માતાજીનું મંદિર આવેલ એ ગામનું નામ ચોટીલા છે જે એક નાનકડું નગર છે જે આશરે 20,000 લોકોની વસ્તી ધરાવે છે અને ગુજરાત સુરેંદ્રનગર જીલ્લાની એક તાલુકા મુખ્ય ક્વાર્ટર છે. માતાજી મંદિર ચોટીલા પર્વતની ટોચ પર આવેલું છે. જે ૧૨૫૦ ફુટ ઊંંચુ છે.

ભકતોને દર્શન કરવા માટે પહાડ પર ચડવુ પડે છે. જે ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. અને માતાજીને સાચી શ્રધ્ધા અને ભક્તિથી દર્શન કરવા જાય છે એમનો મનોકામના પુરી થાય છે.

મંદિરનો ઇતિહાસ :

શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે.

દેવી ભાગવત અનુસાર હજારો વષૅ પહેલા અહિં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્‍યારે ઋષિ મુનીઓએ યજ્ઞ કરી આદ્યા શકિતમાંની પ્રાર્થના કરી ત્‍યારે આદ્યા શકિતમાંના હવન કુંડમાંથી તેજ સ્‍વરૂપે મહાશકિત પ્રગટ થયા. અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ.

ત્‍યારથી તે જ મહાશકિત નું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ. અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પુરેલ છે.

અહિ હરી ભક્તો દ્વારા પગથીયા ચડો એટ્લે પાણી ની વ્યવ્સ્થા ગોઠવેલ છે અને દર્શન કરવા પહોચવા થાઓ એની પહેલા થાક પણ ઉતરી જાય છે. ડૂંગર ઉપરથી તળેટીમાં નગર કરતા હિલ સ્ટેશન જેવી દર્શય માણવા મળે છે.

ચામુંડા માતાના અનેક રાજયો તેમજ વિદેશમાં પણ ભકતો છે. તેઓને હવે વિવિધ તાજી જાણકારી નવી શરૂ કરાયેલી વેબસાઇટ www.chamundamatajidungar.org પર લોગઓન કરવાથી ઓનલાઇન મળી રહેશે. ભક્તો ઘરે બેઠા અપડેટેડ જાણકારી મેળવી શકશે