ચામુંડા માતાજી ના મંદિરે આજે પણ રાત્રે રક્ષા કરવા આવે છે સિંંહ રાત્રે મંદિર પર કોઈ નથી જઈ શક્તુ

ચામુંડા માતાજી ના મંદિરે આજે પણ રાત્રે રક્ષા કરવા આવે છે સિંંહ રાત્રે મંદિર પર કોઈ નથી જઈ શક્તુ

સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ડુંગર આવેલો છે. જેની પર મા ચામુંડા બીરાજમાન છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં આવે છે અને આશરે 650 જેવા પગથિયા ઉપર ચડીને જાય છે.

આ મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શન અર્થે આવે છે. ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્ણ કર્યા છે. કહેવાય છે કે ચોટીલાના ડુંરે મા ચામુંડા હાજરો હાજુર છે. તો ચલો જાણીએ દેવીના ઇતિહાસ વિશે…

કહેવાય છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ જ ત્રાસ આપતા હતા. એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની આરાધના કરી. ત્યારે આદિ આધ્યશક્તિ પ્રસન્ન થયા અને એ બે રાક્ષસોનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતરી આ બે રાક્ષસોનો નાશ કર્યો હતો. ત્યારથી મહાશક્તિ ચામુંડાના નામથી ઓળખાય છે.

જ્યાં ચંડ મુડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી છે. આજે ચામુંડા મા ના હાજરો હાજુર પરચાઓ છે.

એવું કહેવાય છે કે જો કોઇએ તમારા પર મેલી વસ્તુનો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવીના માત્ર સ્મરણથૂ તમારી રક્ષા કરવા આવી પહોંચે છે.

ચામુંડા માતાનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઇ રહેતું નથી. ખૂદ પૂજારી પણ ડુંગરી ઊતરી નીચે આવી જાય છે. માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઇ રહેતું નથી. માતાની રક્ષા કરવા સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ લોકો દ્વારા સાંભળવા મળ્યું છે.

admin