કોલવડામાં આજે પણ માં ચામુંડા હાજરા હજુર બિરાજમાન છે, માઁ ના ચરણોમાં શીશ નમાવતા જ ભક્તોના બધા દુઃખ દૂર થાય છે….

Posted On:07/31/22

ગુજરાતમાં મોટે ભાગે શ્રદ્ધાળુ અને આસ્થાળુ લોકો રહે છે એટલે જ બધા જ મંદિરોમાં ભક્તો રોજે રોજ દર્શન કરવા માટે જાય છે. ચામુંડા માતાજીના ગુજરાતમાં ખૂણે ખૂણે નાના-મોટા હજારો મંદિરો આવેલા છે. આજે આપણે તેમાંથી એક એવા જ પરચારૂપી મંદિર વિષે જાણીએ જે વિજાપુર તાલુકાના કોલવડામાં આવેલું છે. માતાજીનું આ મંદિર દિવ્ય છે.

આ મંદિર આજથી ૧૨૭૦ વર્ષ પહેલા ગામમાં એક નાનું માતાજીનું દેરું હતું અને આજે ત્યાં એક વિશાળ મંદિર બનાવવામાં આવેલું છે. જયારે નાનું દેરું હતું એ સમયે ગામના લોકો માતાજીને ગામની દેવી તરીકે પૂજતા હતા અને સમય વીતતો ગયો અને માતાજી ગામના લોકોને પરચા પૂરતા રહ્યા અને બધાના કામ પણ માતાજીના આશીર્વાદથી થતા ગયા.

જેથી આજે માતાજીની ગામ લોકોએ વિશાળ મંદિર બનાવ્યું છે, આજે માં ચામુંડા હાજર હજુર બિરાજમાન છે. આ મંદિરના ઇતિહાસ વિષે જો વાત કરવામાં આવે તો સાવંત ૭૯૫ માં વાલમ પટેલે ગામમાં માતાજીનું દેરું બનાવ્યું હતું. ત્યારથી ગામના લોકોને માતાજીમાં આસ્થા થઇ હતી જેથી બધા જ લોકોએ માતાજીને ગામના દેવી તરીકે પૂજવાનું ચાલુ કર્યું હતું.

માતાજી આજે પણ હાજરા હજુર બિરાજમાન છે અને તેથી જ અહીંયા જેટલા પણ દુખીયાઓ આવે છે તે બધા જ દુખીયાઓના દુઃખો માં દૂર કરે છે અને ભક્તોના હસતે મોઢે ઘરે મોકલીને તેમના દુઃખો દૂર કરે છે. અહીંયા માતાજીના ચરણોમાં શીશ નમાવવા આવતા બધા જ ભક્તોની મનની તમામ મનોકામનાઓ માં ચામુંડા આશીવાર્દથી જ પુરી થઇ જાય છે.