ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું હેક, પ્રાઈવેટ ચેટ લીક

Posted On:08/2/22

યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે, એકાઉન્ટ હેકરે એક ટ્વીટ દ્વારા આ ઘટનાની માહિતી આપી છે, એટલું જ નહીં, તેની પ્રાઈવેટ ચેટનો સ્ક્રીનશોટ પણ લોકો વચ્ચે રાખવામાં આવ્યો…

Insta Account Hacked: ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ હાલમાં બ્રેક પર છે. ચહલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. આ બધાની વચ્ચે યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે, એકાઉન્ટ હેકરે એક ટ્વીટ દ્વારા આ ઘટનાની માહિતી આપી છે, એટલું જ નહીં, તેની પ્રાઈવેટ ચેટનો સ્ક્રીનશોટ પણ લોકો વચ્ચે રાખવામાં આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક અન્ય કોઈએ નહીં પરંતુ તેની IPL ટીમ રાજસ્થાન રોયલ્સે કર્યું છે. જોકે આ બધું મજાકમાં કરવામાં આવ્યું છે. રાજસ્થાન રોયલ્સે ટ્વિટ કરીને યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાની માહિતી આપી છે. તેણે એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં યુઝવેન્દ્ર ચહલની પ્રાઈવેટ ચેટનો સ્ક્રીનશોટ દેખાઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે ટ્વિટર પર યુઝવેન્દ્ર ચહલની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં તેની પત્ની ધનશ્રી વર્મા, સંજુ સંસામ, મહેન્દ્ર સિંહ ધોની, જોસ બટલર, ભારતીય ક્રિકેટ ટીમ અને રોહિત શર્માના એકાઉન્ટમાંથી છેલ્લા મેસેજ દેખાઈ રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ લખ્યું કે તમે ફરીથી અમારા વીડિયોમાં આવી ગયા. તો ધોનીએ લખ્યું કે ખુબ સરસ ચહલ. યુઝવેન્દ્ર ચહલની ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPL 2022 દરમિયાન યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલે પોતાને ટીમનો નવો કેપ્ટન બનાવવા માટે ટ્વિટ કર્યું છે. ફેન્સ પણ ચહલને અભિનંદન આપવા લાગ્યા. ટીમના કપ્તાન ગણાતા સંજુ સેમસને પણ ચહલને અભિનંદન પાઠવ્યા હતા, જે બાદ યુઝવેન્દ્ર ચહલે આ મજાક કરી હોવાનું સામે આવ્યું હતું. ચહલે પોતે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તે ટીમનું એકાઉન્ટ હેક કરવા જઈ રહ્યો છે.