અનન્યા પાંડે તેનાથી આટલા મોટા અભિનેતાને કરી રહી છે ડેટ, જાણો બંનેની ઉંમરનો તફાવત…

Posted On:07/28/22

બોલીવુડમાં વધુ એક કપલ ની ચર્ચા જોરશોરથી થવા લાગી છે. બીટવમાં ચર્ચા છે કે બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ખાસ સમય આપી રહ્યા છે. મહત્વનું છે કે અનન્ય પાંડે 23 વર્ષની છે અને આદિત્ય રોય કપૂર તેનાથી 13 વર્ષ મોટો છે.

અનન્યા પાંડે નું નામ આપેલા શાહિદ કપૂરના નાનાભાઈ ઈશાન ખટ્ટર સાથે જોડાયું હતું. ઈશાન અને અનન્યાયે ફિલ્મ ખાલી પીલીમાં સાથે કામ કર્યું હતું. ત્યાર પછી બંને વચ્ચે પ્રેમ સંબંધો શરૂ થયા. પરંતુ વર્ષ 2022માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. જાણકારોના મતે કરન જોહરના 50 માં જન્મદિવસની પાર્ટીમાં ઈશાન અને અનન્યા એકબીજાને મળ્યા પરંતુ સાથે વાત પણ ન કરી.

હવે અનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. આદિત્ય રોય કપૂર 36 વર્ષનો છે અને અન્ય 23 વર્ષની બંને વચ્ચે 13 વર્ષની ઉંમરનું અંતર છે. અનન્ય અને આદિત્ય પબ્લિકમાં સાથે જોવા મળતા નથી. પરંતુ બોલિવૂડમાં ચર્ચા છે કે બંને એકબીજાને ડેટ કરે છે.

આદિત્ય રોય કપૂરની વાત કરીએ તો તેનું નામ આ પહેલા શ્રદ્ધા કપૂર સાથે અને દીવા ધવન સાથે જોડાઈ ચૂક્યું છે. આદિત્યની ફિલ્મો વાત કરીએ તો તે મલંગ ટુ ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત ગુમરાહ માં પણ તે કામ કરી રહ્યો છે. જ્યારે અન્ય પાંડે વિજય દેવરાકોન્ડાની સાથે લાઈગર ફિલ્મમાં જોવા મળશે.