અઁબાલાલ પટેલે આગાહિ કરી આગામી ચાર દિવસ સુધી ગુજરાતમા વરસાદ ભુક્કા બોલાવશે

અઁબાલાલ પટેલે આગાહિ કરી આગામી ચાર દિવસ સુધી ગુજરાતમા વરસાદ ભુક્કા બોલાવશે

હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં રાજ્યમાં 5 ઓગસ્ટ 2022 થી લઈને આગામી ચાર દિવસો સુધી વરસાદી માહોલ રહેશે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર સહિતના ઉત્તર ગુજરાત વિસ્તાર સહિત વરસાદી માહોલ રહેશે જેમાં કેટલીક જગ્યાએ આગામી તારીખ 8 ,9 અને 10 ઓગસ્ટના રોજ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે તેમ છે.

આ ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે જયારે અમદાવાદ સહિતના વિસ્તારોમા વિરસાદી ઝાપટા પડશે.વરસાદની સાથે સાથે એક થી બે ડીગ્રી સુધી તાપમાન વધવાની પણ શક્યતાઓ જણાવાઈ છે હવામાન વિભાગ દ્વારા.વરસાદ શરૂ થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.આ સિવાય મધ્ય ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.હવામાન વિભાગના કહેવા અનુસાર જોઈએ તો આ વખતે ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ પડશે.શ્રાવણ મહિનામાં અનરાધાર વરસાદની શક્યતાઓ રહેલી છે.

અત્યાર સુધી આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં આ વર્ષનો કુલ 71 ટકા જેટલો તો વરસાદ થઈ ગયો છે.છેલ્લા24 કલાક દરમિયાન જોઈએ તો રાજ્યના કુલ 40 જેટલા વિવિધ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના વડીયામા 2.5 ઈંચ વરસાદ તેમજ બગસરામા 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.આ સિવાય ઉત્તર ગુજરાતમાં આવેલા અરવલ્લી જિલ્લાના ધનસુરામા 2.5 ઇંચ જેટલો વરસાદ તેમજ ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામમા પણ વરસાદ પડ્યો હતો.

admin