મીનાવાડા માં દશામાનો શારદા નામની છોકરી પર થયો એવો સાક્ષાત ચમત્કાર કે….

Posted On:08/4/22

આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ધાર્મિક લોકો ની સંખ્યા ખૂબ જ છે. તેવી જ રીતે ગુજરાતની ધરતી ખૂબ જ સુંદર અને પવિત્ર છે કે જ્યાં લોકો દેવી દેવતાઓમાં માને છે અને તેમના અસીમ આશીર્વાદ પણ મેળવે છે. જ્યારે પણ આપના પર કોઈ તકલીફ આવે છે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. આજે અમે તમને એક ચમત્કાર વિશે જણાવીશું જેને જોઈને તમે પણ ચોંકી જશો.

ગુજરાતમાં આવેલા મીનાવાડા ગામની એક નાનકડી દીકરી શારદાએ દશામાનું વ્રત રાખ્યું હતું. આ સાથે આ દીકરીએ દસ દિવસ સુધી માતાની દિલથી ભક્તિ કરી હતી. મીનાવાડા ગામના રહેવાસીઓ ના જણાવ્યા પ્રમાણે વર્ષ 1995 માં મીનાવાડા ગામની એક દીકરી જે દશામાંની પરમ ભક્ત હતી. માં ની પરમ ભક્ત શ્રાવણ મહિનામાં દશામાંના વ્રત રાખતી અને રોજ બીજાના ઘરે જઈ આરતી કરતી હતી. એક દિવસ તે મહોર નદીના ખેતરોમા પોતાની ભેંસો ચરાવી બે ઘરે સાંજે પાછી ફરી રહી હતી ત્યારે તેની ભેંસો કાદવ કીચડ મા ફસાઈ ગઈ હતી અને ત્યારે દશામાંની આરતીનો સમય પણ થઈ ગયો હતો. તેથી દીકરીએ માતા દશામાં ને  પોતાની કાદવ કીચડમાં ફસાયેલી ભેંસોને  બહાર કાઢવા માટે વિનંતી કરી હતી. જેથી કરીને તે આરતી માં સમયસર પોહચી શકે.

મીનાવાડા ગામના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે દીકરીની પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને સાક્ષાત ત્યાં પ્રગટ થયા હતા અને કાદવમા ફસાયેલી ભેસોને બહાર કાઢી અને સાક્ષાત તે દીકરીમા હાજર થયા હતા. આ વાત વાયુવેગે ગામેં ગામે ફેલાતા બધા માતાજીના દર્શન કરવા માટે આવી પોહચ્યા હતા. ત્યાર ગામના લોકોએ મીનાવાડા માં દશામાના મંદિરનું નિર્માણ કરવામા આવ્યું. જ્યાં આજે પણ તે દીકરી માતા દશામાંની પૂજા અર્ચના પુરા ભક્તિ ભાવ થી કરે છે.