અહી સદીઓથી પ્રગટી રહી છે તેલ અને વાટ વગરની જ્યોત,તેની પાછળ છુપાયેલું છે રહસ્ય,જાણો?

Posted On:08/3/22

પુરાણો અનુસાર, દેવી સતીના 51 શક્તિપીઠ છે. આ તમામ સ્થળ પર માતા સતીના શરીરનું એક એક અંગ પડ્યું અને તે સ્થાનને આજ માઁને શક્તિપીઠના રૂપમાં પૂજવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો માતાજીની જીભ ક્યાં પડી હતી? ત્યાં પર સદીઓથી માઁની જ્યોત, તેલ અને વાટ વગર સળગે છે. આશ્ચર્યચક્તિ કરનારી વાત છે, પરંતુ કહેવાય છે કે ભગવાનના ઘરે અનેક ચમત્કાર હોય છે. અને આ પણ માતાજીનો એક નાનો ચમત્કાર છે, જેમના દ્વારા માતાજી પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે.

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં કાલીધાર પર્વત વચ્ચે વસેલું છે જ્વાળા દેવીનું મંદિર. માઁ જ્વાળા દેવી તીર્થ સ્થળને દેવી માઁના 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ માનવામાં આવે છે. શક્તિપીઠ તે સ્થાન કહેવાય છે જ્યાં માતા સતીનું અંગ પડ્યું હતું. માનવામાં આવે છે કે આ સ્થળ પર જ માતા સતીની જીભ પડી હતી. આ મંદિરમાં માતાજીની જ્યોત તેલ અને વાટ વગર સદીઓથી પ્રગટી રહી છે. જેમના પગલે આ મંદિરને ચમત્કારી મંદિર પણ કહેવામાં આવે છે.

મુગલ સમ્રાટ અકબરે ટેક્યુ હતું ઘુટણ
એવું કહેવામાં આવે છે કે મુગલ સમ્રાટ અકબરે જ્વાળા દેવીની જ્યોતને ઓલવવાની ખૂબ કોશિશ કરી. અકબરે આ જ્યોતને બુજાવવા માટે એક નહેર ખોદાવીને પાણી છોડ્યું હતું. જ્યોત પર લોખંડનો તવો પણ ચઢાવી દીધો હતો પરંતું આ જ્યોતને ન બુજાવા શક્યો. ત્યારબાદ અકબરનું અભિમાન તૂટ્યું અને તે ખુલ્લા પગે માતાજીના દર્શન કરવા પહોચ્યો. માતાજીને સોનાનું છત્ર અર્પણ કર્યું. ઘણાં વર્ષોથી એ જાણકારી મેળવવામાં આવી રહી છે કે અંતે માતાજી જ્વાળાની જ્યોત સદીઓથી પ્રગટી કેમ રહી છે? કાલીધાર પર્વત વચ્ચે વસેલા જ્વાળા માતાજીના મંદિરનું રહસ્ય સદીઓથી કોઈ જાણી નથી શક્યું.

આ મંદિરને જ્યોત વાળું મંદિર પણ કહેવામાં આવે છે. માતાજી આ મંદિરમાં જ્વાળાની રૂપમાં બિરાજમાન છે. ફક્ત માતાજી જ નહીં ભગવાન શિવ પણ આ મંદિરમાં ઉન્મત ભૈરવના રૂપમાં બિરાજમાન છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી. આ મંદિરમાં પૃથ્વીના ગર્ભમાંથી નીકળી રહેલી 9 જ્વાળાને પૂજવામાં આવે છે. પરંતુ આ જ્વાળા ક્યાંથી નીકળી રહી છે આ વિશે કોઈ નથી જાણતું.

પ્રગટે છે કુલ નવ જ્વાળાઓ
જ્વાળા દેવીના મંદિરમાં કુલ 9 જ્વાળાઓ પ્રગટે છે, તેમાંથી એક મુખ્ય જ્વાળા છે, તે ચાંદીના દીવામાં પ્રગટે છે. જોકે અહીં તમામ જ્વાળાઓનું પોતાનું નામ છે. અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યવાયિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવી છે.

નવલા નોરતના દિવસોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. ઘણાં રાજ્યોથી લોકો આ મંદિરમાં માતાજીના દર્શનાર્થે આવે છે. જ્વાળા દેવી મંદિરની આરતી ખૂબ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં માતાજીની પાંચ વાર આરતી થાય છે. ત્યાર બાદ જ માતાજીના મંદિર કપાટ બંધ કરવામાં આવે છે. માન્યતા છે કે જે પણ ભક્ત સાચા મનથી માતાજીથી જે પણ માંગે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. કોઈ પણ માતાજીના દરબારથી ખાલી હાથે પાછી નથી ફરતા.