બાપ વગરની દીકરીને વિધવા માતાએ લોકોના ઘરે વાસણ મજૂરી કરી ભણાવી, તો દીકરીએ વગર ટ્યૂશને નાની ઉંમરમાં જ IPS બની બધાને ચોંકાવી દીધા.

Posted On:08/10/22

અમુક બાળકો પરિવારની સ્થિતિને જોઈને નાની જ ઉંમરમાં મોટા થઇ જાય છે અને નક્કી કરી લે છે કે જીવનમાં કઈ મોટું કરીને પરિવારનો સહારો બની જઈશું. આવું જ કઈ આ દીકરીએ પણ નક્કી કર્યું હતું અને આજે તે સપનું પૂરું કરીને પોતાના પરિવારનો સહારો બની.

લોકો નાની નાની વાતોમાં હતાશ થઇ જાય છે અને હિંમત હારી જાય છે પણ આ દીકરી આજે આખા દેશના યુવક યુવતીઓ માટે એક પ્રેરણાનું ઉત્તમ ઉદાહણ બની છે.આ દીકરીનું નામ દિવ્યા છે અને તે હરિયાણાના મહેન્દ્રગઢની રહેવાસી છે.

ખુબજ નાની ઉંમરમાં દિવ્યાના પિતાનું મૃત્યુ થઇ જવાથી પરિવારમાં ખુબજ આર્થિક તંગી સર્જાઈ હતી. માતા પણ ત્રણ બાળકોની જવાબદારી આવી ગઈ હતી. માતાએ બીજા લોકોના ઘરે વાસણ અને કચરા પોતું કરીને બાળકોએ મોટા કર્યા.

આખો પરિવાર એક જ રૂમના ઘરમાં રહેતો હતો. માતાએ ખુબજ તકલીફો વેઠીને બાળકોને ભણાવ્યા. દિવ્યાએ પણ નક્કી કર્યું કે તે UPSC પાસ કરીને પરિવારનો સહારો બનશે અને પરિવારની નામ રોશન કરશે. દિવ્યાએ કોઈપણ કોચિંગ વગર ઘરે જ પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કર્યું. કોચિંગ કરવાના તો પૈસા જ નહતા.

સપનું પૂરું કરવા દિવ્યાએ દિવસ રાત એક કરી દીધો અને ખુબજ નાની ઉંમરમાં IPS બનીને બધા જ લોકોને ચોંકાવી દીધા જયારે ગામના લોકોને ખબર પડી કે આ ગરીબ ઘરની દીકરી આજે IPS બની ગઈ છે. તો ગામના બધા જ લોકો આષ્ચર્યમાં આવી ગયા. આજે દીકરીએ માતાની મહેનતને સાર્થક કરી છે.