આ દિવસોમાં એક સાધુ (MONK)નો વીડિયો લોકોમાં ચર્ચામાં છે. જેમાં તે કોઈપણ સેફ્ટી વગર એક ઢોળાવ પર ચડતા જોવા મળ્યા. ટ્વીટર પર Tansu YEĞEN નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે
આજના ડિજિટલ યુગમાં સૌની પાસે મોબાઈલ છે અને લગભગ દરેક પાસે ઈન્ટરનેટ પણ છે. આનો અર્થ એ છે કે લોકો પાસે સોશિયલ મીડિયા પર શેર કરવા માટે કંઈક છે. અહીં ચર્ચામાં ક્યારે અને શું આવશે તે કહેવું મુશ્કેલ છે. ક્વિક સ્ક્રોલ કરતી વખતે, આંખો અચાનક કોઈ પણ પોસ્ટ પર અટકી જાય છે અને પછી ત્યાંથી લાઈક્સ અને શેરનો સિલસિલો શરૂ થઈ જાય છે અને બાદમાં આવા વીડિયો લોકોમાં વાયરલ (Viral Video) થઈ જાય છે. આજકાલ આવા જ એક સાધુની (Monk Video) ક્લિપ પણ ચર્ચામાં છે. આ જોયા પછી, તમે પણ એ જ કહેશો – શું ગુરુત્વાકર્ષણનો નિયમ તેમને લાગુ પડતો નથી?
વાયરલ થઈ રહેલી આ ક્લિપ એક સાધુ (MONK) જેવી લાગે છે, જે એક ઢાળવાળી ટેકરી પર ઝડપથી ગુરુત્વાકર્ષણના નિયમો તોડતાં હોય તેવી રીતે જોવા મળ્યા. આ ક્લિપ વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સાધુએ કોઈપણ પ્રકારની સલામતી સાધનો પહેર્યા નથી પરંતુ તેમ છતાં તે ઢાળવાળી ટેકરી પર ચઢવાનું ચાલુ રાખે છે જાણે તેના માટે તે કોઈ મોટી વાત નથી!
આ વીડિયો ટ્વીટર પર Tansu YEĞEN નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 6 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમનો પ્રતિભાવ આપવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, ‘આ ખરેખર આશ્ચર્યજનક નજારો છે, કોઈ પણ આ રીતે સેફ્ટી વગર કેવી રીતે ચાલી શકે છે’. તે આટલી સરળતાથી ચઢી શકે છે.’ આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બધુ યોગની અસર છે, ધ્યાન અને પ્રેક્ટિસની શક્તિ.’
વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા સેફ્ટી હાર્નેસની મદદથી ઢાળવાળી ટેકરી પર ચડવાની કોશિશ કરે છે પરંતુ આ દરમિયાન એક બૌદ્ધ સાધુ ત્યાં આવે છે અને કોઈની પણ મદદ વગર, થોડી જ સેકન્ડોમાં સરળતાથી પહાડી ઉપર ચઢી જાય છે.