40 કરોડના ખર્ચે સાળંગપુરમાં બની રહેલા ભોજનાલયમાં 25 તીર્થધામની માટીનો ઉપયોગ, ટાઇલ્સની ડિઝાઇન માં … જુઓ તસવીરો40 કરોડના ખર્ચે સાળંગપુરમાં બની રહેલા ભોજનાલયમાં 25 તીર્થધામની માટીનો ઉપયોગ, ટાઇલ્સની ડિઝાઇન માં … જુઓ તસવીરો

Posted On:08/5/22

યાત્રાધામ સાળંગપુર  શ્રીકષ્ટભંજનદેવના સાનિધ્યમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બની રહ્યું છે. સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં 50 કરોડથી વધુના ખર્ચે બની રહેલા હાઇટેક ભોજનાલયનું કામ અત્યારે 70% પૂર્ણ થઈ ગયું છે. સાત વીઘા જમીનમાં બનતા આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો માં ઉભું રેહવાની જરૂર નહિ પડે.

આ ભોજનાલયમાં બાંધકામમાં વાપરવામાં આવતી દરેક વસ્તુ વિશેષ છે, જેમાં શ્રીરામ લખેલી 12 લાખથી વધુ ઇંટોનો ઉપયોગ દીવાલ બનાવવા માટે કર્યો છે. હવે ભોજનાલયના ફ્લોરિંગનું કામ ચાલુ થઈ રહ્યું છે, જેમાં વિશેષ પ્રકારની ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવશે.

આ ભોજનાલયની ખાસ વિશેષતા એ હશે કે એમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ કરવામાં આવશે.

ભોજનાલયના ફ્લોરિંગમાં જે ટાઇલ્સ લગાવવામાં આવશે એ ભારતના 25 તીર્થધામ, જેવા કે બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ, સોમનાથ અને દ્વારકા સહિતનાં પૌરાણિક સ્થળેથી એકત્ર કરાયેલી પ્રસાદીની માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેથી અહીં આવતા દરેક શ્રદ્ધાળુને વિશેષ આસ્થાની અનુભૂતિ થશે. નોંધનીય છે કે આ માટે વડતાલના આચાર્ય રાકેશપ્રસાદદાસજી અને વડતાલ ટ્રસ્ટી બોર્ડના સાથસહકારથી શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામી અને સંતોએ ખાસ ટાઇલ્સ બનાવડાવી છે.

શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યું હતું કે ”અત્યારે મંદિર પરિસરમાં જે ભોજનાલય છે એ ત્રીસ વર્ષ જૂનું છે, જેમાં નિઃશુક્લ દાદાનો પ્રસાદ શ્રદ્દાળુઓને આપવામાં આવે છે. સાળંગપુરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે, પ્રસાદ લેવા ભોજનાલયમાં લાંબી લાઇનો લાગે છે. શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એટલે મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસ સ્વામી, વડતાલના આચાર્ય રાકેશપ્રકાશ દાસ અને મંદિરના પૂજારી ડી. કે. સ્વામી દ્વારા વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આગામી દિવાળી પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે.”