શનિ-સૂર્યએ બનાવ્યો સમસપ્તક યોગ! આ 4 રાશિના જાતકોને થશે મોટો ધનલાભ

શનિ-સૂર્યએ બનાવ્યો સમસપ્તક યોગ! આ 4 રાશિના જાતકોને થશે મોટો ધનલાભ

16 જુલાઈ 2022ના રોજ સૂર્યએ રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. તો આની પહેલા શનિએ રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિ-સૂર્યની સ્થિતિમાં આ ફેરફાર મહત્વપૂર્ણ સમસપ્તક યોગ બની રહ્યો છે

-સૂર્યએ રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો
-પહેલા શનિએ રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કર્યો
-શનિ-સૂર્યની સ્થિતિમાં આ ફેરફાર મહત્વનો સમસપ્તક યોગ બન્યો

જ્યોતિષમાં આ બંને ગ્રહો મહત્વપૂર્ણ

જુલાઈ મહિનામાં શનિ અને સૂર્ય બંને મહત્વના ગ્રહોએ પોતાની સ્થિતિ બદલી છે. સરેરાશ 5 દિવસની અંદર શનિ ગોચર અને સૂર્ય ગોચર થયો છે. જ્યોતિષમાં આ બંને ગ્રહોને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યાં છે. આ ગ્રહોની સ્થિતિમાં નાનો ફેરફાર પણ મોટી અસર કરે છે. શનિ રાશિ બદલીને મકરમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને સૂર્ય પણ હવે કર્ક રાશિમાં છે. આ સ્થિતિ સમસપ્તક યોગ બનાવી રહી છે. ખરેખર, આ બંને ગ્રહ એકબીજાના સાતમા ભાવમાં બિરાજમાન છે. જેનાથી બનેલો સમસપ્તક 4 રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે.

4 રાશિના જાતકોનુ ભાગ્ય ખોલી નાખશે સમસપ્તક યોગ

મિથુન

સમસપ્તક યોગ મિથુન રાશિના જાતકો માટે અત્યંત શ્રેષ્ઠ રહેશે. તેમને આર્થિક લાભ થશે. પગાર વધવાના યોગ છે. વ્યાપારીઓનો નફો વધશે. રોકાણ કરનારા જાતકોને પણ લાભ થશે. બચત કરનારા માટે શ્રેષ્ઠ સમય છે.

કર્ક

કર્ક રાશિના જાતકોને સમસપ્તક યોગ આવકમાં વધારો કરાવશે. ખાસ કરીને સરકારી નોકરી કરનારા જાતકો માટે શ્રેષ્ઠ સમય રહેશે. તો નોકરી શોધી રહેલા લોકોને મનપસંદ નોકરી મળી શકે છે.

 

તુલા

આ રાશિના જાતકોને નવી નોકરી મળશે. કામકાજમાં સફળતા અને સન્માન મળશે. આવક વધશે. કારકિર્દી માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. વેપારીઓને પણ ખૂબ લાભ થશે.

મીન

શનિ અને સૂર્યની સ્થિતિથી બનેલો સમસપ્તક યોગ મીન રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. તેમને કારકિર્દીમાં સફળતા મળશે. ફ્રેશર્સને નોકરી મળશે. કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.

admin