રામ વન : 117 વીઘામાં રામાયણની થીમ પર ગુજરાતમાં બન્યું પ્રથમ “રામ વન”, ઘરબેઠા જુઓ એક ઝલક

117 વીઘામાં રામાયણની થીમ પર ગુજરાતમાં બન્યું પ્રથમ “રામ વન”, ઘરબેઠા જુઓ એક ઝલક

ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં અર્બન ફોરેસ્ટમાં 47 એકર એટલે કે 117 વીઘાની જગ્યામાં રામ વન આકાર લઇ રહ્યું છે. આજીડેમ નજીક કિશાન ગૌશાળા સામે બની રહેલા રામ વનનું 98 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. રામ વનની વિશેષતા એ છે કે, ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો આબેહૂબ કંડારવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખીના દર્શન પણ થશે. આગામી જન્માષ્ટમી સુધીમાં રામ વન ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે. હાલ રામ વનનું 2 ટકા બાકી રહેલું નાનુ-મોટુ ફિનિશિંગ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવાશે. ત્યારે સૌપ્રથમવાર દિવ્યભાસ્કર દ્વારા વાચકો માટે રામ વનની ઝાંખી કરાવવામાં આવી રહી છે.

રામ વનના પ્રવેશ દ્વારથી અંતિમ દ્વાર સુધીની સફર: રામ વન

સૌપ્રથમ રામ વનના પ્રવેશ દ્વાર એટલે કે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તે ભગવાન રામના ધનુષ આકારનો તૈયાર કરવામાં આવ્યો છે. થોડે આગળ ભગવાન રામની વિશાળ મૂર્તિના દર્શન કરવા મળે છે. ત્યારબાદ થોડે આગળ જટાયુ ચોક ખાતે જટાયુ દ્વાર આકર્ષણનું કેન્દ્ર છે. તેના પર જટાયુ બેઠેલા નજરે પડે છે. તેનાથી આગળ બાળકોને રમવા માટે હીંચકા, લપસીયા અને નાનું મેદાન બનાવ્યું છે. અહીં સાથે સાથે ઋષિમુનિઓ દ્વારા જંગલમાં જે રીતે યોગ કરવામાં આવતા હતા તે યોગ મુદ્રાના સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે. ભગવાન રામનો રાજ્યાભિષેક સમયનું સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે. ત્યાંથી આગળ એક નાનું તળાવ બાદમાં મોટું તળાવ, રામ અને શબરીનું મિલન જોવા મળે છે. જેની બાજુમાં એક થિયેટર બનાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખીના દર્શન પણ થશે. આગામી જન્માષ્ટમી સુધીમાં રામ વન ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે. હાલ રામ વનનું 2 ટકા બાકી રહેલું નાનુ-મોટુ ફિનિશિંગ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવાશે.

આગામી જન્માષ્ટમી સુધીમાં રામ વન ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે. હાલ રામ વનનું 2 ટકા બાકી રહેલું નાનુ-મોટુ ફિનિશિંગ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવાશે. ત્યારે અમે તમને સૌપ્રથમવાર રામ વનની ઝાંખી કરાવી રહ્યા છીએ.

રામ વનના પ્રવેશ દ્વારથી અંતિમ દ્વાર સુધીની સફર
સૌપ્રથમ રામ વનના પ્રવેશ દ્વાર એટલે કે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તે ભગવાન રામના ધનુષ આકારનો તૈયાર કરવામાં આવ્યો છે. થોડે આગળ ભગવાન રામની વિશાળ મૂર્તિના દર્શન કરવા મળે છે. ત્યારબાદ થોડે આગળ જટાયુ ચોક ખાતે જટાયુ દ્વાર આકર્ષણનું કેન્દ્ર છે. તેના પર જટાયુ બેઠેલા નજરે પડે છે. તેનાથી આગળ બાળકોને રમવા માટે હીંચકા, લપસીયા અને નાનું મેદાન બનાવ્યું છે.

અહીં સાથે સાથે ઋષિમુનિઓ દ્વારા જંગલમાં જે રીતે યોગ કરવામાં આવતા હતા તે યોગ મુદ્રાના સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે. ભગવાન રામનો રાજ્યાભિષેક સમયનું સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે. ત્યાંથી આગળ એક નાનું તળાવ બાદમાં મોટું તળાવ, રામ અને શબરીનું મિલન જોવા મળે છે. જેની બાજુમાં એક થિયેટર બનાવવામાં આવ્યું છે.

રામ વનમાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે
થિયેટરની આગળ જોવામાં આવે તો ભગવાન રામ અને સુગ્રીવ સેનાએ તેમજ તેનાથી આગળ જડીબુટીના બદલે આખો પર્વત ઉપાડીને લઇ આવેલા હનુમાનજી મહારાજનું સ્કલ્પ્ચર જોવા મળે છે. બાદમાં આગળ ભગવાન રામ અને સીતા માતા હરણને નિહાળતા સ્કલ્પ્ચર પણ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અહીં ખાસ તળાવ ઉપર એક રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે. જેનાથી આગળ જતા ભગવાન રામ-લક્ષ્મણ અને સીતા માતાના વનવાસ સમયની ઝાંખી કરાવતું સ્કલ્પ્ચર જોવા મળે છે.

 

રામ વનમાં ચાલી પણ શકાશે અને ઇલેક્ટ્રિક કાર પણ મળશે
રાજકોટ મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટના લોકોને સારામાં સારી વ્યવસ્થા મળે તે માટેના મનપાના પ્રયાસો રહ્યા છે. રાજકોટમાં એક નવું નજરાણું એટલે કે રામ વન. ખાસ કરીને ટૂરિસ્ટો અને રાજકોટવાસીઓ માટે રામ વનમાં ચાલી પણ શકે અને ઇલેક્ટ્રિક કારની સુવિધા સાથે વિવિધ પ્રસંગોના દર્શન કરી શકે તે પ્રકારનું આખુ આયોજન છે

રામાયણ શું છે અને તેનું આપણા જીવનમાં શું મહત્વ છે તેવું આખું રામ વનમાં બતાવવામાં આવ્યું છે. એક ઓફિસ અને મિટિંગ હોલ પણ બનાવવામાં આવ્યો છે. ભવિષ્યમાં રાજકોટ મનપા દ્વારા કોઇ મિટિંગ કે પ્રેસ કોન્ફરન્સ કરવાની થાય તો તે પણ ત્યાં થઇ શકશે. સૌરાષ્ટ્રમાં એક પ્રકારે શોભે એ રીતે રામ વન રાજકોટનું આભૂષણ બનશે.

admin