મળ્યા 20 વર્ષ જૂનાં પ્રેમીઓ ,કોઈની લાજ શરમ વગર કરી લિધા લગ્ન.

મળ્યા 20 વર્ષ જૂનાં પ્રેમીઓ ,કોઈની લાજ શરમ વગર કરી લિધા લગ્ન.

20 વર્ષ જૂની લવસ્ટોરી પરિણમી લગ્નમાં..’બેનિફર’ તરીકે ઓળખાતા જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે કર્યા લગ્ન

અમેરિકન સિંગર, એક્ટ્રેસ અને ડાન્સર જે.લો એટલે કે જેનિફર લોપેઝે શનિવારે રાત્રે બેન એફ્લેક લાથે લગ્ન કરી લીધા છે. જેનિફર અને એફ્લેક 20 વર્ષ પહેલા પણ રિલેશનશિપમાં હતા, પરંતુ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. હવે એપ્રિલ મહિનામાં ફરી સગાઈ કર્યા બાદ શનિવારે તેઓએ લગ્ન કરી લીધા.

લાસ વેગાસમાં જેનિફર-બેન એફ્લેક કર્યા લગ્ન

હોલિવુડની પ્રખ્યાત સિંગર-એક્ટર જેનિફર લોપેઝ અને બેન એફ્લેકની 20 વર્ષની પ્રેમ કહાની લગ્નમાં પરિણમી. તેઓએ શનિવારે લાસ વેગાસમાં લગ્ન કર્યા. લગ્ન શનિવારે મોડી રાત્રે થયા હતા અને જેનિફરે રવિવારે તેની જાહેરાત કરી હતી. આ પહેલા બંનેએ આ વર્ષે એપ્રિલ મહિનામાં સગાઈની જાહેરાત કરી હતી. લગ્ન પછી જેનિફર લોપેઝે પોતાનું નામ બદલીને જેનિફર એફ્લેક રાખ્યું છે.

2002માં સગાઇ બાદ થઇ ગયુ હતુ બ્રેકઅપ 

મહત્વનું છે કે  વર્ષ 2000ની આસપાસ બંનેનું અફેર ચર્ચામાં હતું. વર્ષ 2002માં બંનેએ સગાઈ કરી હતી પરંતુ એક વર્ષ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.  તે પછી બંનેએ અલગ-અલગ પાર્ટનર સાથે લગ્ન કર્યા અને તેમને બાળકો  છે. પરંતુ ગયા વર્ષે બંને ફરી સાથે આવ્યા અને લગ્ન કરી લીધા.

જેનિફરનો બ્રાઈડલ લુક આવ્યો સામે 

જેનિફર લોપેઝના હેરસ્ટાઈ લિસ્ટ ક્રિસ એપલટાઉને અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં જેનિફર સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા ક્રિસે લખ્યું, ‘લગ્ન પહેલાની છેલ્લી ક્ષણોનો અહેસાસ.

લગ્નને લઇને શું કહ્યુ જેનિફરે ?

જેનિફર અને બેને એક ન્યૂઝલેટર દ્વારા તેમના લગ્નની જાહેરાત કરી. જેનિફરે તેમાં લખ્યું છે, ‘પ્રેમ સુંદર છે, પ્રેમ દયાળુ છે. એટલે પ્રેમ પણ સહનશીલ છે. 20 વર્ષ રાહ જોઇ. જેમ આપણે ઇચ્છતા હતા.’ આ મેસેજની સાથે અંતમાં તેણે લખ્યું કે મિસિઝ, જેનિફર લિન એફ્લેક.

જેનિફરના 3 વખત જ્યારે બેનના 1 વખત થઇ ગયા છે લગ્ન

તમને જણાવી દઈએ કે 52 વર્ષીય જેનિફર અને 49 વર્ષીય બેન એફ્લેક તેમના અફેર દરમિયાન ‘બેનિફર’ તરીકે ઓળખાતા હતા. છેલ્લી સગાઈ તૂટ્યા બાદ બેને 2005માં જેનિફર ગાર્નર સાથે લગ્ન કર્યા હતા. બેન અને ગાર્નરને 3 બાળકો છે. બંનેએ વર્ષ 2018માં છૂટાછેડા લીધા હતા. જેનિફર લોપેઝે પણ આ પહેલા 3 વખત લગ્ન કરી ચૂકી છે. તેના લગ્ન ઓજાની નોઆ સાથે 1997 થી 1998 સુધી ચાલ્યા. આ પછી તેણે ક્રિસ જુડ સાથે લગ્ન કર્યા જે 2001 થી 2003 સુધી ચાલ્યા. વર્ષ 2004માં જેનિફરે સિંગર માર્ક એન્થોની સાથે લગ્ન કર્યા હતા જે 10 વર્ષ સુધી ચાલ્યા. જો કે 2014માં બંનેના છૂટાછેડા થઇ ગયા. આ લગ્નથી જેનિફર અને માર્કને 2 જોડિયા બાળકો પણ છે.

 

admin