ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન..શિવલિંગ પર જળાભિષેક કરવાના પણ છે નિયમો

ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન..શિવલિંગ પર જળાભિષેક કરવાના પણ છે નિયમો

દેવાધિદેવ મહાદેવને ભોલેનાથ તરીકે પૂજવામાં આવે છે. શિવ પોતાના ભક્તોને શ્રદ્ધાપૂર્વક જળ ચઢાવવાથી જ પ્રસન્ન થાય છે. પરંતુ તેમની પૂજા યોગ્ય રીતે થવી જરૂરી છે.

શ્રાવણ માસની શરૂઆત થોડા દિવસોમાં થવા જઈ રહી છે. ભોલેનાથના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે તેમનો અભિષેક કરે છે. ભક્તો તેમને પંચામૃત, દૂધ અથવા જળથી અભિષેક કરે છે. પરંતુ ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરવાના કેટલાક નિયમો છે. જો આ નિયમ પ્રમાણે શિવનો અભિષેક કરવામાં આવે તો તે ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. આવો જાણીએ શિવને જલાભિષેક કરવાના નિયમો.

શિવજીના જળાભિષેક કરવા માટે લો આ પાત્ર 
જે રીતે પૂજા માટે પાણીની શુદ્ધતા જરૂરી છે, તેવી જ રીતે પૂજાની શુદ્ધતા પણ જરૂરી છે. એટલે કે શિવને જળ અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે કે તેમને કયા કળશમાંથી જળ ચઢાવવામાં આવે છે. શિવભિષેક માટે તાંબાના વાસણને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કાંસા કે ચાંદીના વાસણથી અભિષેક કરવો પણ શુભ માનવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ સ્ટીલના વાસણથી શિવનો અભિષેક ન કરવો જોઈએ. તેમજ તાંબાના વાસણથી દૂધનો અભિષેક કરવો પણ અશુભ માનવામાં આવે છે.

સાચી દિશાનું મહત્વ
મહાદેવને જળ અર્પણ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે ક્યારેય પણ પૂર્વ તરફ મુખ કરીને જળ ચઢાવવું નહીં. પૂર્વ દિશાને ભગવાન શિવનું મુખ્ય પ્રવેશદ્વાર માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિશામાં મુખ કરવાથી શિવના દ્વારમાં અવરોધો આવે છે અને તે ક્રોધિત પણ થઈ શકે છે. તેથી હંમેશા ઉત્તર તરફ મુખ રાખીને ભગવાન શિવને જળ ચઢાવો. એવું કહેવાય છે કે આ દિશામાં મુખ રાખીને જળ ચઢાવવાથી શિવ અને પાર્વતી બંનેના આશીર્વાદ મળે છે.

 

પાણીની ગતિ
દેવાધિદેવને જલાભિષેક કરતી વખતે શાંત ચિત્તે ધીમે ધીમે જળ ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે મહાદેવને ધીમી ધારથી જળાભિષેક કરીએ છીએ, ત્યારે મહાદેવ વિશેષ પ્રસન્ન થાય છે. ભોલેનાથને ક્યારેય પણ ખૂબ જ ઝડપી કે મોટા પ્રવાહમાં પાણી ન ચઢાવો

જળ અભિષેક કરવાનું આસન
શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે હંમેશા બેસીને જ જળ ચઢાવો. રૂદ્રાભિષેક કરતી વખતે ક્યારેય ઊભા ન થવું જોઈએ. માન્યતા અનુસાર, ઉભા રહીને મહાદેવને જળ ચઢાવવાથી તેનું પુણ્ય ફળ મળતું નથી

admin