જેકલીન ફર્નાન્ડિઝે ફાટેલી બ્રા પહેરી પોસ્ટ કરી સેલ્ફી, લોકોએ કરી આ કમેન્ટ

Posted On:07/30/22

બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ એક એવી અભિનેત્રી છે, જે સોશિયલ મીડિયા પર તેના ચાહકોનું મનોરંજન કરવાનું પસંદ કરે છે. અભિનેત્રી પોતાની મનમોહક તસવીરોથી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે, પરંતુ જેકલીન ક્યારેક એવા ફોટા શેર કરે છે કે, તેને ટ્રોલીંગનો શિકાર બનવું પડે છે. હા, આવું ત્યારે થયું જ્યારે તેણે જાણીજોઈને આવી સેલ્ફી શેર કરી છે, જેમાં તેની બ્રા ફાટેલી જોવા મળી હતી.

જેકલીનની ફાટેલી બ્રા જેકલીનનો એક જૂનો ફોટો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, પરંતુ બધાનીનજર જેકલીનની ફાટેલી બ્રા પર પડી હતી. આ ફોટો સામે આવતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને આજે પણ કરી રહ્યા છે. જેકલીનની તસવીરની વાત કરીએ તો પોસ્ટમાં તેણે પિંક કલરની બ્રા પહેરી છે, પહેલા તેના એક્સપ્રેશને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુબાદમાં ફોટાને ધ્યાનથી જોતા તેની બ્રામાં કાણું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

સુકેશ ચંદ્રશેખર કેસમાં નામ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીનનું નામ સામે આવ્યું હતું. કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડરૂપિયાની ખંડણીના કેસમાં જેકલીન સામે તપાસ ચાલી રહી છે. એવો આરોપ છે કે, જેકલીનને તેને ઘણી મોંઘી ભેટ આપી હતી, જેમાં કેટલીકબિલાડીઓ અને એક ઘોડો પણ શામેલ છે. ચંદ્રશેખર પર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ જેવાકેટલાક હાઈપ્રોફાઈલ વ્યક્તિઓ સહિત અનેક લોકોને છેતરવાનો આરોપ છે.

જેકલીનની આગામી ફિલ્મો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન ફર્નાન્ડીઝ પાસે હાલમાં ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. તે છેલ્લે જ્હોન અબ્રાહમ સાથે ‘એટેક’ પાર્ટ 1માંજોવા મળી હતી. ટૂંક સમયમાં જ જેકલીન અક્ષય કુમાર અને નુસરત ભરૂચા સાથે ફિલ્મ ‘રામ સેતુ’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષેદિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય જેકલીન રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સર્કસ’માં રણવીર સિંહ સાથે સ્ક્રીન શેરકરતી જોવા મળશે. આ ફિલ્મમાં પૂજા હેગડે પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહી છે.