જાણો કેવી રીતે માં ખોડિયાર આવ્યા ધરતી પર?જાણો એમના પરચા ની વાત..

Posted On:07/27/22

પહેલા ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા અને તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં જેઓનાં નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ ખોડિયાર અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં.

તેમનું વાહન મગર છે ભાવનગરની જૂની રાજધાની સિહોરથી 7 થી 8 કિ.મી.ના અંતરે જગપ્રસિધ્ધ રાજપરાવાળા ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે અહીં ખોડિયાર માઁ ડુંગરોની હારમાળા અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે.

જ્યાં સાક્ષાત ખોડિયાર માતાના બેસણા છે તેવા લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર રાજપરા ખોડિયાર મંદિરનો ઈતિહાસ ઘણો જૂનો છે ભાવનગર જિલ્લામાં આવેલું ખોડિયાર માતાનું મંદિર સુપ્રસિદ્ધ છે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ગામમાં આ ખોડિયાર મંદિર આવેલું છે.

આ સ્થળ હરવા ફરવા અને ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે રાજપરા ખોડીયાર મંદિર ભાવનગરથી જતા દરેક ભક્તો આ મંદિર પર અચૂક દર્શન કરે છે આ મંદિર નારી ચોકડીથી નવ કિલોમીટરના અંતરે આવેલું છે પરંતુ મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવાનું પસંદ કરે છે.

રાજપરા મંદિરનું બાંધકામ 1930 થી 1932 ની અંદર ભાવનગર રાજ પરિવારે કરાવ્યું હતું માતાના ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા તીર્થધામે આવી માતાની કૃપા મેળવવા પૂજા-અર્ચના તથા પાઠવીધી કરે છે.

તાંતણિયા ધરાવાળા માઁ ખોડલનું જન્મસ્થાન રોહિશાળા ગામ છે પરંતુ તેમના બેસણાં સિહોર નજીકના રાજપરા ગામે તાંતણિયો ધરા ખાતે છે એટલે રાજપરા ખોડિયાર માઁને તાતણિયા ધરાવાળા ખોડલ તરીકે પણ ઓળખાય છે.

સંત શૂરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડમાં ખોડિયાર માતાજી હાજરા હજૂર દેવી છે રાજપરા ખોડિયાર મંદિર સાથે જોડાયેલી કથા મુજબ તે ભાવનગરના રાજવી મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાના ભક્ત હતા આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે.

જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર તથા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં તથા દેશ વિદેશમાં પ્રખ્યાત છે આ મંદિર ચારો તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે.

ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજા પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા જેથી આ રાજવીએ ખોડિયાર માતાને રાજપરા નજીક ભાવનગર આવા પ્રસન્ન કર્યા હતા માતાએ પ્રસન્ન થયા.

અને તે તેની સાથે જવા તૈયાર પણ થયા પરંતુ માતાએ એક શરત મૂકી કે હું તારી પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહી રાજાએ આ શરતનો સ્વીકાર કર્યો અને બંને ત્યાંથી ચાલતાં થયા મહારાજા આગળ અને પાછળ મા ખોડિયાર ચાલતા હતા.

પણ વરતેજ આવ્યા ત્યારે મહારાજાના મનમાં શંકા ઊભી થઈ કે ખોડીયાર માતા પાછળ આવે છે કે નહી આ શંકા વધવા લાગી રાજાથી રહેવાયું નહીં તેથી તેણે પાછળ વળીને જોયું માતાજીના ના કહેવા છતાં રાજાએ પાછું વળીને જોયું.

તેથી માતા ત્યાં જ સમાઈ ગયા આ જ સ્થળે માતાજીનું સ્થાનક થયું જે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ રાજપરાનું મંદિર ખોડિયાર મંદિર છે ખોડિયાર માતાજીનું જન્મસ્થાન રોહિશાળા ગામ છે ચારણ જ્ઞાાતિમાં જન્મેલા માઁ ખોડલ સાત બહેનમાં સૌથી નાના હતા.

ખોડિયાર માતાજીને એક ભાઈ પણ હતા શિવઉપાસક તેમના પિતાની ભક્તિથી પ્રસંન્ન થઈ શિવજીએ આપેલા વરદાનથી નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્રએ અવતાર ધારણ કરી મહા સુદ આઠમના દિવસે ચારણ પરિવારમાં જન્મ લીધો હતો.

દર વર્ષે મહા સુદ-8ના રોજ ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે ભક્તો ખોડિયાર માતાના જન્મસ્થાને પણ શિશ નમાવવા મોટી સંખ્યામાં રોહિશાળા ગામે પહોંચે છે તમને જણાવી દઇએ કે ખોડિયાર મંદિર રાજપરા ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકા નાં રાજપરા ગામે આવેલ છે.

જે ભાવનગર થી 18 કિ.મી.તથા સિહોર થી 4 કિ.મી.નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે.

જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે.

તેમજ રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતુ અને ત્યાર બાદ ઈ.સ.1994ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં.

અને અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યુ હતું કહેવાય છેકે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતા અને માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં.

માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો.

પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહી અને આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું બસ ત્યારથી આ જ સ્થળે માતાજી સમાઈ ગયા.

અને આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમિટરનાં અંતરે આવેલ છે પરંતું મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે.

આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે અને આ સ્થળ હરવા-ફરવા ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે અહીં આવવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે.

ખોડિયાર મંદિરની બાજુમાં જ તાંતણીયો ધરો નામનું તળાવ આવેલું છે થોડે દુર આવેલા રાજપરા બંધનું બાંધકામ 1930 થી 1935 દરમિયાન રૂ. 3,38,045 ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉરચ કક્ષાના પથ્થરો મળી આવે છે.

અને આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યા માં રાજય અને રાજય બહારથી પ્રવાસીઓ આવે છે ભાવનગર સિહોર વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો બહોળો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસ.ટી.ની સેવાથી જોડાયેલું છે.