ગજબ ૨૨ વર્ષીય મહિલાએ એકસાથે ૩ દીકરીઓને જન્મ આપ્યો, પરિવારે કહ્યું, ગંગા-યમુના-સરસ્વતી દેવી અમારા ઘરે આવ્યા

ગજબ ૨૨ વર્ષીય મહિલાએ એકસાથે ૩ દીકરીઓને જન્મ આપ્યો, પરિવારે કહ્યું, ગંગા-યમુના-સરસ્વતી દેવી અમારા ઘરે આવ્યા

દેશ-દુનિયામાં ઘણીવાર એવું બને છે જેના પર એક ક્ષણ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે.આવા ઘણા સમાચાર સાંભળવા-જોવા મળે છે,આવું જ કઈક સામે આવ્યું છે,મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે.તમે જે વાંચ્યું તે બિલકુલ સાચું છે.આ કોઈ અફવા કે ખોટા સમાચાર નથી.આ મામલો મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાંથી સામે આવ્યા છે.

અહીં એક મહિલાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો,ત્રણેય દીકરીઓ છે.ત્રણેયના આગમન પર પરિવારે ખુશી વ્યક્ત કરી હતી અને ત્રણેયને દેવી સ્વરૂપ કહ્યા હતા.મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં ૨૨ વર્ષની એક મહિલાએ એક સાથે ત્રણ દીકરીઓને જન્મ આપ્યો.ત્રણેય પુત્રીઓ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.તે જ સમયે,ત્રણ બાળકોની માતા પણ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

માતાનું નામ માયા છે.માયા કાછલિયા ગામની રહેવાસી છે. તેણીને પિતાંબરા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.સફળ ડિલિવરી બાદ માહિતી આપતા ડોક્ટરોએ કહ્યું કે નોર્મલ ડિલિવરી કરાવવી યોગ્ય નથી કારણ કે મહિલાને સાતમા મહિનામાં દુખાવો શરૂ થઈ ગયો હતો.

જો કે પરિવારના લોકો છોકરીઓને ગંગા, યમુના અને સરસ્વતી કહીને બોલાવી રહ્યા છે.પરિવારનું કહેવું છે કે છોકરીઓ દેવીના રૂપમાં ઘરે આવ્યા છે

admin