ગજબ હો! આવો જુગાડ પહેલા ક્યારેય નહીં જોયો હોય, આનંદ મહિન્દ્રાને પણ શેર કરી દીધો આ વિડીયો

ગજબ હો! આવો જુગાડ પહેલા ક્યારેય નહીં જોયો હોય, આનંદ મહિન્દ્રાને પણ શેર કરી દીધો આ વિડીયો

આનંદ મહિન્દ્રાએ એમના ટ્વિટરમાં આ વાયરલ વિડીયો શેર કર્યો છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘સાધારણ પણ ઇનોવેટિવ.’

  • આનંદ મહિન્દ્રાએ આવો જ કઇંક અતરંગી વિડીયો શેર કર્યો છે
  • આનંદ મહિન્દ્રાએ વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, ‘સાધારણ પણ ઇનોવેટિવ’

ઈન્ટરનેટ પર દરરોજ કેટકેટલાય વિડીયો શેર થતાં રહે છે. જેમાંથી ઘણા વિડીયો ઇનોવેટિવ હોય છે. ઘણી વખત બીઝનેસ ટાઈકુન આનંદ મહિન્દ્રા સામાન્ય લોકોના આવા ઇનોવેટિવ વિડીઓને તેમના ટ્વિટર પર શેર કરતાં રહે છે. એટલું જ નહીં આનંદ મહિન્દ્રા એમના ફેન્સને ઘણી વખત રિપ્લાય પણ કરતાં રહે છે. જો તમે પણ આનંદ મહિન્દ્રાને ફોલો કરો છો તો તમે એમના ગબજના સેન્સ ઓફ હ્યુમર વિશે જાણતા જ હશો. આ વખતે પણ આનંદ મહિન્દ્રાએ આવો જ કઇંક અતરંગી વિડીયો શેર કર્યો છે. ચાલો જોઈએ શું છે એ વિડીયો..

સીડી છે પણ દેખાતી નથી
આ વીડિયોમાં દાદર જેવી પેટર્ન દેખાય છે, પરંતુ આ ડિઝાઈન દિવાલને બિલકુલ અડીને છે, એ જોઈને તમે પણ વિચારમાં મુકાઇ જશો કે જો કોઈને આ સીડીનો ઉપયોગ કરવો હોય તો તે કેવી રીતે કરશે? ચાલો જોઈએ એ વાયરલ વીડિયો જેને આનંદ મહિન્દ્રા એ પણ શેર કર્યો છે…

 

સાધારણ પણ ઇનોવેટિવ 
આનંદ મહિન્દ્રાએ એમના ટ્વિટરમાં આ વાયરલ વિડીયો શેર કર્યો છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘સાધારણ પણ ઇનોવેટિવ. ડી-કલટરીંગ સ્પેસ સિવાય આ વાસ્તવમાં એક આકર્ષક સૌંદર્ય તત્વને બહારની દીવાલ સાથે જોડે છે. Scandinavian Designers એ આ ઈનોવેશનની ઈર્ષા કરવી જોઈએ. આ વિડીયો કોનો છે એ નથી ખબર પણ મને મારા #whatsappwonderboxમાં મળ્યો છે. ‘ લોકોને પણ આ વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે.

admin