Friday, August 12, 2022
HomeBollywoodઆ શખ્સ રહે છે 9 રુપાળી પત્નીઓ સાથે, એક પણ તેની ફેવરિટ...

આ શખ્સ રહે છે 9 રુપાળી પત્નીઓ સાથે, એક પણ તેની ફેવરિટ નથી, કારણ જાણીને ચોંકી જશો

માત્ર એક લગ્ન માટે કાગડોળે રાહ જોઇને બેઠેલા મુરતિયાઓને માનવાનું મન ના થાય એવી હકિકત એ છે તે બ્રાઝિલમાં આર્થર ઓ ઉરસો નામના એક વ્યવસાયી મોડેલને એક, બે કે ત્રણ નહી પરંતુ 9 પત્નીઓ છે. આ પણ કોઇ ગૂપસૂપ નથી બધી પત્નીઓને એક સાથે રાખે છે. કેટલાકને એક લગ્ન જીવન સરળતાથી પાર પડતું નથી જયારે આ શખ્સને 9 પત્નઓ હોવા છતાં કોઇ જ મુશ્કેલી વિના ચેનથી રહે છે.

આર્થર એ ગત નવેમ્બર મહિનામાં 9 પત્નીઓ સાથે ચર્ચમાં લગ્ન કર્યા હતા. બ્રાઝિલમાં આમ તો બહુ પત્નીત્વનો પ્રતિબંધ છે પરંતુ કાયદેસર રીતે બંધનકર્તા ન બને એ રીતે લગ્નને ફ્રી લવ સેલિબ્રેશન એવું નામ આપ્યું છે. આર્થર હજુ પણ એક વધુ લગ્ન કરીને પત્નીઓની સંખ્યા 10 સુધી પહોંચાડવા માંગે છે. આર્થરની પ્રથમ પત્નીનું નામ લુઆના કજાકી છે તે પણ સાથે જ રહે છે.

આર્થર તમામ પત્નીઓના બાળકનો પિતા બનવા માંગે છે. માત્ર એક કે બે પત્નીઓ ના જ બાળકો હોયતો તે ખરેખર બીજી પત્નીઓ સાથે અન્યાય થયો ગણાય એવું તેનું માનવું છે. જો કે તે સંતાનો માટે કોઇ પણ પત્નીને દબાણ કરવા ઇચ્છતો નથી. ભલે બાળક ગમે તેનાથી પેદા થાય પરંતુ તે બધાનું સંતાન ગણાશે અને બધા તેનો ભેગા મળીને ઉછેર કરશે. કોઇ પણ પત્નીને માતા બનવા માટે સ્વૈચ્છાએ એના માટે કોઇ જ ફોર્સ નહી કરવાનું નકકી કર્યુ છે.

ફેમિલી પ્લાનિંગ અંગે પત્નીઓ સાથે વાત કરી તો કેટલીક નારાજ થઇ હતી આથી તેણે પત્નીઓ પર છોડયું છે. તે જયારે પણ ફ્રી હોય ત્યારે બધી જ પત્નીઓ સાથે ભેગા મળીને રહેવું ગમે છે. હળવાશની પળોમાં વિતાવે છે. પોતાની કઇ પત્ની ફેવરિટ છે એ અંગે તેણે ખુલાસો કર્યો હતો કે એક પણ ફેવરિટ નથી કારણ કે કોઇ એકને ફેવરિટ ગણવાથી બીજી નારાજ થાય તેવું બની શકે છે એટલું જ નહી એક ને ફેવરિટ ગણવી તે અન્યાય પણ ગણાય છે.

પ્રેમ માટે અપનાવેલી રોસ્ટર પધ્ધતિ એક પત્ની નારાજ રહે છે

માહિતી અનુસાર તેની 9 પત્નીઓમાંથી એક સાથે ટંટો શરુ થયો છે. આર્થની અગાથા નામની પત્નીએ વાંધો ઉઠાવ્યો છે. અગાથા માને છે કે પતિ આર્થર તેની પાસે જ રહેવો જોઇએ. આર્થરનું માનવું છે કે હંમેશા તેની સાથે જ રહી શકે નહી. તેને ટંટો ટાળવા રોસ્ટર પધ્ધતિ અપનાવીને દરેકને સમય ફાળવવાનું નકકી કર્યુ છે. જેના માટે અગાથા સંમત નથી. રોસ્ટર માટે 8 પત્નીઓ રાજી છે પરંતુ અગાથાએ મુશ્કેલી વધારી છે. આથી અગાથા તેની સાથે છુટાછેડા લઇ શકે છે પરંતુ આર્થ ઓ ઉરસોને કોઇ જ ઇચ્છા નથી. તેની તો ઇચ્છા 9 થી વધારીને 10 પત્ની રાખવાની છે.

Most Popular

Recent Comments