આ તારીખ પછી ગુજરાતમાં ફરી વધશે વરસાદનું જોર, જાણો હવામાન વિભાગની મોટી આગાહી

આ તારીખ પછી ગુજરાતમાં ફરી વધશે વરસાદનું જોર, જાણો હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આ તારીખ બાદ વરસાદનું જોર વધશે. આ સાથે આજે અરવલ્લી-મહીસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

  • હવામાન વિભાગે વરસાદને લઇ ફરી એકવાર આગાહી કરી 
  • રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધી શકે 
  • આજે અરવલ્લી-મહીસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. આ સાથે આજે અરવલ્લી-મહીસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો વળી અમદાવાદમાં વરસાદની નહિવત્ શક્યતા હોવાનું પણ જણાવ્યુ હતું છે.

હવામાન વિભાગ શુ આગાહી કરી ?

હવામાન વિભાગનું આગાહી મુજબ ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટી શકે છે. તો વળી રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. આ સાથે આજે અરવલ્લી-મહીસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ તરફ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં આજે વરસાદ પડી શકે છે. કચ્છના પણ કેટલાંક વિસ્તારમાં આજે વરસાદ પડી શકે છે. આજે દીવ-દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં વરસાદ વરસી શકે છે.

 

ગુજરાતમાં માત્ર એક દિવસમાં જ 140 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં માત્ર એક દિવસમાં જ 140 તાલુકામાં વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ પાટણના શંખેશ્વરમાં વરસાદ વરસ્યો. જ્યારે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો. તો મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો.

ગુજરાતમાં સૌથી વધુ પાટણના શંખેશ્વરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો

ગુજરાતમાં સૌથી વધુ પાટણના શંખેશ્વરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો જ્યારે સમીમાં 15 મી.મી, સાણંદમાં 15 મી.મી. વરસાદ, અંજારમાં 14 મી.મી, ભાભરમાં 14 મી.મી. વરસાદ, રાધનપુરમાં 14 મી.મી, પેટલાદમાં 12 મી.મી. વરસાદ, વસોમાં 12 મી.મી, કલ્યાણપુરમાં 11 મી.મી. વરસાદ, દિયોદરમાં 11 મી.મી, હારીજમાં 11 મી.મી. વરસાદ, બેચરાજીમાં 11 મી.મી અને ખેરગામમાં 11 મી.મી. વરસાદ વરસ્યો.

admin