અબોલ પશુની કેવી કાળજી! બળદ પર ભાર ન પડે તે માટે ખેડૂતે કર્યો જુગાડ, તસવીર જોઈ લોકો માથું ખંજવાળવા લાગ્યા

અબોલ પશુની કેવી કાળજી! બળદ પર ભાર ન પડે તે માટે ખેડૂતે કર્યો જુગાડ, તસવીર જોઈ લોકો માથું ખંજવાળવા લાગ્યા

 આમ જોવા જઈએ તો રોજ રોજ ઈન્ટરનેટ પર એકથી વધીને એક કિસ્સા છવાયેલા રહે છે. એવામાં આ ફોટોએ બધાને ચોંકાવી દીધા છે. આ તસ્વીરમાં શખ્સે મગજ ચલાવ્યું અને આવો દેશી જુગાડ શોધ્યો જેનાથી બળદ પર લાદવામાં આવેલા વજનને થોડો ઘટાડી શકાય.

1.શખ્સે અનોખો દેશી જુગાડ શોધ્યો
2.બળદ પર લાદવામાં આવેલા વજનને ઘટાડ્યો
3.બળદગાડી પર રોલિંગ સ્પોઆ ર્ટ લગાવવામાં આવ્યું

આ શખ્સે ગજબનુ મગજ દોડાવ્યું

ભારતના લોકોના જુગાડુ વિચાર આખી દુનિયામાં ફેમસ છે. તમે અવાર-નવાર જોયુ હશે કે બળદો પર ખૂબ સામાન નાખી દેવામાં આવે છે. વિચારવામાં આવતુ નથી કે બળદ આ કઈરીતે ભાર ઉઠાવશે. પરંતુ એક શખ્સે તેનો પણ જુગાડ શોધી કાઢ્યો છે. આ જુગાડનો ફોટો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે બળદનો ભાર ઓછો કરવા માટે બળદગાડી પર રોલિંગ સ્પોર્ટ લગાવવામાં આવ્યું છે. તસ્વીર જોઇને દરેક યુઝર્સ માણસના મગજની દાદ આપી રહ્યો છે. પહેલા તમે પણ જુઓ કે આખરે આ ફોટોમાં એવુ શુ ઈનોવેશન દેખાઈ રહ્યું છે.

પશુઓનુ પણ રાખવુ જોઈએ ધ્યાન

મોટાભાગના લોકો પશુઓને પાળે છે, પરંતુ આ મૂંગા પશુઓ પર અત્યાચાર પણ કરે છે. આવા લોકો માટે આ એક મિસાલ છે. તમારે તમારા પશુઓની પરેશાનીઓને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. મૂંગા પશુઓને તકલીફ આપવાથી તમને કોઈ ફાયદો થશે નહીં. પરંતુ તમે તેના આરોગ્યનુ ધ્યાન રાખીને કઈ પણ કામ કરશો તેમાં લાભ મળવો નક્કી છે.

admin